આપણે આપણા દુ:ખે દુ:ખી છીએ એના કરતા બીજાના સુખે વધારે દુ:ખી છીએ અને એટલે જ બીજાનું સુખ છીનવાઇ જાય તો આપણને મજા પડી જાય છે… હિતેશ રાઈચુરા

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

એક પરિવાર રજાઓના દિવસોમાં ફરવા માટે નીકળ્યો.

ચોમાસાની ઋતુ અને તેમાં પાછું ગાઢ જંગલ, એટલે પ્રવાસની મઝા બેવડાઇ ગઇ.

પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી હતી.

સવારના સમયમાં પરિવારના બધા સભ્યો ટ્રેકીંગ માટે નીકળ્યા.

હસી મજાક સાથે બધા આગળ વધી રહ્યા હતા કે અચાનક નાના બાળકનો પગ લપસ્યો અને એ નીચે પડ્યો.

વરસાદને કારણે થોડુ કાદવ જેવુ હતું, એટલે તેના કપડા પણ બગડી ગયા અને થોડો હાથ પણ છોલાણો.

છોકરાએ રોવાનું ચાલુ કર્યુ.

પરિવારના બધા સભ્યો ઉભા રહી ગયા અને છોકરાને છાનો રાખવાનો પ્રયત્ન કરવા લાગ્યા.

છોકરો રોવાનું બંધ જ ન કરે.

કોઇએ એને ચોકલેટની લાલચ આપી, કોઇએ એને રમવા માટે મોબાઇલ આપવાનો પ્રયત્ન કર્યો પણ છોકરાનું રડવાનું બંધ ન થયુ.

રડતા દિકરાને સાથે લઇને આગળ ચાલવાનું ચાલુ કર્યુ અને હજુ થોડા જ આગળ ગયા ત્યાં બીજો છોકરો પણ લપસીને નીચે પડ્યો.

પોતાના મોટાભાઇ ને લપસીને પડતા જોઇને રડી રહેલો નાનો ભાઇ રડતો બંધ થઇ ગયો.

થોડા સમય પહેલા બધાના સમજાવવા છતા પણ જેનુ રડવાનું બંધ નહોતુ થતુ એના ચહેરા પર હવે સ્માઇલ આવી ગઇ.

રડવાનું બંધ કરીને હસતા હસતા એના પપ્પાનો હાથ પકડીને બોલ્યો , “ પપ્પા જુવો મારી જેમ ભાઇ પણ પડ્યો અને એના કપડા પણ બગડ્યા.”

મિત્રો, આપણે એટલા માટે નથી રડતા કે આપણા કપડા બગડ્યા છે પણ એટલા માટે રડીએ છીએ કે બીજાના કપડા ચોખ્ખા છે.

આપણે આપણા દુ:ખે દુ:ખી છીએ એના કરતા બીજાના સુખે વધારે દુ:ખી છીએ અને એટલે જ બીજાનું સુખ છીનવાઇ જાય તો આપણને મજા પડી જાય છે… હિતેશ રાઈચુરા.

કોપી રાઈટ રિઝર્વ.આપને આ લેખ કેવો લાગ્યો. તે કોમેન્ટ માં જરૂર લખો.આપના રોજિંદા જીવનનાં ઉપયોગી હોય તેવા લેખ, લાગણીસભર સ્ટોરી, બોલીવુડની ગપસપ, ધાર્મિક વાતો, ફૂડ તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય તેજ ગુજરાતી.કોમ ન્યૂઝ રેગ્યુલર જોતાં રહો અને અમારા બધા ન્યૂઝ ડાયરેકટ મેળવવા 9909931560 પર મેસેજ કરવો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply