અમદાવાદની ગુફા પરિસર કલામય બન્યું. વિવિધ કલાઓ એક જ મંચ ઉપર આવે તેવી પ્રથમ ઘટના.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

અમદાવાદ ની ગુફા પરિસર કલામય
બન્યું હતું . વિવિધ કલાઓ એકજ મંચ
ઉપર આવે તે પ્રથમ ઘટના બની. ચિત્રકલા પ્રદર્શન સાથે સંગીત ,નૃત્ય,નાટક રજુ થયું હતું .
ઇન્ટરનેશનલ ફેસ્ટા ના ઉપક્રમે
અમદાવાદ ના આ યુવા આર્ટિસ્ટ ફોટોગ્રાફર સ્વપ્નીલ આચાર્ય અને કેના મુલતાની ના માર્ગદર્શન હેઠળ
ડ્રિમ આર્ટ ગ્રુપ બનાવીને આર્ટને લગતી ઇવેન્ટ તથા કલાકારોને મંચ મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ છે .

બંને કલાકારોએ ઇન્ટરનેશનલ કક્ષાએ
ગુજરાતના કલાકારોની ઓળખઊભી થાય અને કલા વિદેશ માં રજુ થાય તે હેતુ સાથે આર્ટ ફેસ્ટા નેપાળ ની મિથિલા આર્ટ ગેલેરીમાં દુનિયાના વિવિધ દેશોના આર્ટિસ્ટ વચ્ચે ગુજરાતના આર્ટિસ્ટની કલા પ્રદર્શિત કરશે.
તેનો પ્રિવ્યુ શો અમદાવાદ ની ગુફામાં
યોજાયો હતો .

આ પ્રસંગે જાણીતા આર્ટિસ્ટ શ્રી નટુ ભાઈ પરીખ ,શ્રી સી.ડી.મિસ્ત્રી ,શ્રી રમણીકભાઇ ઝાપડિયા
શ્રી દિનુ પટેલ ,શ્રી નાગજીભાઈપ્રજાપતિ ,શ્રી મનહર કાપડિયા સહીત
અનેક જાણીતા ચિત્રકારો એ
કલાને નિહાળી હતી.
ત્રણ દિવસીય આર્ટ ફેસ્ટામાં જાણીતા કલાકારોએ લાઈવ ડેમો રજુ કર્યા હતા. આ એક્ષિબિશનમા રંગોળી આર્ટિસ્ટ શિવા માણીકપૂરી રાયપુરથી માત્ર તેમની રંગોળી આર્ટ નું પ્રદર્શન કરવા આવ્યાં હતાં . તેમણે સરદાર વલ્લભ ભાઈ પર ખૂબ સુંદર રંગોળી બનાવી હતી .
આર્ટ ફેસ્ટનો વિચાર અમદાવાદમાં
પ્રથમવાર રજુ કરતાં આર્ટિસ્ટ સ્વપ્નીલ આચાર્ય ની સતત ત્રણ મહિનાની મેહનત છે.

Please send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *