મનો દિવ્યાંગ બાળકો માટે યોજાયેલ ડાન્સ કોમ્પીટીશન.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રમત જગત લાઇફ સ્ટાઇલ સમાચાર

આજ રોજ શહેરના ટાગોર હોલમાં સોસાયટી ફોર ધ વેલફેર ઓફ ધ મેન્ટલી રીટૉડેડ દ્વારા શહેરની ૩૦ જેટલી શાળાના ૬૦૦ જેટલા મનો દિવ્યાંગ બાળકો અને ૫૦ જેટલા સ્પેશ્યલ શિક્ષકો માટે ડાન્સ કોમ્પિટિશન યોજાઈ હતી.આ હરીફાઈ બે ગ્રુપમાં યોજાઈ હતી. પ્રથમ ગ્રુપમાં ૧૮ વર્ષથી નીચેની ઉંમરના દિવ્યાંગ બાળકો તથા તેમના શિક્ષકોએ ભાગ લીધો હતો. નાટક,ગરબો,બોલિવુડ ડાન્સ,વ્યસનમુક્તિ થીમ,રક્ત ચરિત્ર થીમ,ધાર્મિક ડાન્સ જેવી કૃતિ ઓ રજૂ કરાઈ હતી. જેમાં આ સંસ્થાઓ વિજેતા બની હતી.

—મનો દિવ્યાંગ-અ-ગ્રુપ:

૧)નવજીવન

૨)અંધજન મંડળ

૩)ન્યૂ વે

૪)સોપાન

૫)હેલ્થ એન્ડ કેર

—શિક્ષક-ક-ગ્રુપ:

૧) ઉત્થાન

૨) ન્યૂ વે

બીજા ગ્રુપમાં ૧૮ વર્ષથી ઉપરની ઉંમરના દિવ્યાંગ બાળકોએ પોતાની કૃતિ રજૂ કરી હતી. જેમાં શિવ તાંડવ,ચારધામ થીમ,બેટી બચાવો થીમ,સ્વચ્છતા થીમ જેવી કૃતિઓ રજૂ કરાઈ હતી. જેમાં આ સંસ્થાઓ વિજેતા બની હતી. સાથે એવોર્ડ ફંક્શન પણ યોજાયેલ અને આ મુજબની વ્યક્તિઓને એવોર્ડ આપ્યા હતા.

—મનો દિવ્યાંગ-બ-ગ્રુપ:

૧)ઉત્થાન

૨)ઉમંગ

૩)બી એમ

૪)બ્લુ રોઝ

૫)આસ્થા

—એવોર્ડ ગ્રુપ:

૧) શ્રેષ્ઠ સ્પે. શિક્ષક-શ્રી નિમેષ અધ્યારૂ

૨) શ્રેષ્ઠ સંચાલક-ડૉ.ભરત ભગત

૩) શ્રેષ્ઠ કેર ટેકર- શ્રી વિષ્ણુ રબારી

૪) શ્રેષ્ઠ સેવા સહાયક- શ્રી મુકેશ ગોસ્વામી

૫) શ્રેષ્ઠ લેખન સ્પર્ધક- શ્રી કૃતિકા પ્રજાપતિ.

ભાગ લેનાર દરેક સ્પર્ધકને ફૂડ પેકેટ-શિલ્ડ-ટીશટૅ આપવામાં આવેલ.

જજ તરીકે સંગીતાબેન અને વિભૂતિબેન સેવા આપેલ. મુખ્ય મહેમાન USA સ્થિત જય પટેલ,ચંપાબેન પટેલ અને કમળા બેન પટેલ હાજર રહ્યા હતા.આ પ્રેસ નોટ ને કવરેજ આપવા વિનંતી છે. – નિલેષ પંચાલ.

કોપી રાઈટ રિઝર્વ.આપને આ લેખ કેવો લાગ્યો. તે કોમેન્ટ માં જરૂર લખો.આપના રોજિંદા જીવનનાં ઉપયોગી હોય તેવા લેખ, લાગણીસભર સ્ટોરી, બોલીવુડની ગપસપ, ધાર્મિક વાતો, ફૂડ તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય તેજ ગુજરાતી.કોમ ન્યૂઝ રેગ્યુલર જોતાં રહો અને અમારા બધા ન્યૂઝ ડાયરેકટ મેળવવા 9909931560 પર મેસેજ કરવો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *