ભાજપનું ‘મેરા પરિવાર, ભાજપા પરિવાર’ મહાઅભિયાન શરુ કરાવતા અમિત શાહ

આંતરરાષ્ટ્રીય ગુજરાત બિઝનેસ ભારત રાજનીતિ સમાચાર

ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓ આધારિત પાર્ટી હોવા ઉપરાંત વિશ્વની સહુથી મોટી રાજકીય પાર્ટી પણ છે. દેશના મોટાભાગના પરિવાર કે પછી પરિવારનો એક સભ્ય આજે ભાજપ સાથે જોડાયો છે. આવનારી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના આ વિશાળ પરિવાર માટે પક્ષ પ્રમુખ અમિત શાહે આજે એક મહાઅભિયાન ‘મેરા પરિવાર ભાજપા પરિવાર’ નો શુભારંભ આજે અમદાવાદ ખાતેથી કરાવ્યો હતો.

જો કે અમિત શાહ આ કાર્યક્રમની અધિકારીક શરૂઆત અમદાવાદની રાજપથ ક્લબની પાછળ આવેલા દીન દયાળ હોલથી કરાવ્યો હતો પરંતુ આ કાર્યક્રમના ભાગરૂપે તેઓ પોતાના નિવાસસ્થાને ભાજપનો ઝંડો પણ ફરકાવ્યો હતો.

મુખ્ય કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત આવનારી લોકસભાની ચૂંટણી માટે ભાજપના ગુજરાતના પ્રભારી ઓમ માથુર પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા.

આ સમગ્ર મહાઅભિયાનનો મુખ્ય હેતુ દેશભરમાં ફેલાયેલા ભાજપ સમર્થકોને જોડવાનો અને તેમને આવનારી ચૂંટણીઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરીએકવાર દેશનું સુકાન સોંપવા માટે સમર્થનને મજબૂત પણે આગળ ફેલાવવા માટે પ્રોત્સાહિત કરવાનું છે.

આજથી 2 માર્ચ સુધી ચાલનારા આ મહાઅભિયાન દરમ્યાન ભાજપનો દરેક સમર્થક પોતાના ઘર પર ભાજપનો ઝંડો લહેરાવશે અથવાતો પોતાના કપડા પર ભાજપનો ઝંડો લગાવશે

કોપી રાઈટ રિઝર્વ.આપને આ લેખ કેવો લાગ્યો. તે કોમેન્ટ માં જરૂર લખો.આપના રોજિંદા જીવનનાં ઉપયોગી હોય તેવા લેખ, લાગણીસભર સ્ટોરી, બોલીવુડની ગપસપ, ધાર્મિક વાતો, ફૂડ તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય તેજ ગુજરાતી.કોમ ન્યૂઝ રેગ્યુલર જોતાં રહો અને અમારા બધા ન્યૂઝ ડાયરેકટ મેળવવા 9909931560 પર મેસેજ કરવો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *