ફિલ્મ રીવ્યુ : *સાહેબ* – વિસ્મય જગડ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ સમાચાર

ગુજરાતી ફિલ્મ જ્યારે સફળતા ના નવા શિખરો પાર કરી રહ્યા છે ત્યારે જ ગુજરાતી સિનેમા ના અવનવા અખતરા વચ્ચે અમુક ફિલ્મો દર્શકો નુ ધ્યાન ખેંચવા માટે સક્ષમ બની રહે છેં. અને આવી જ તાજેતરમાં આવેલી ઘણી ફિલ્મો જેમકે યશ સોની અને સીધ્ધાર્થ રાંદેરીયા ની “ચલ જીવી લઇએ”, ધ્વનિત ની ” સોર્ટ સર્કિટ” અને મલ્હાર ની “સાહેબ” તો ખરી જ.

તો આજે વાત કરીયે ” સાહેબ” ની.

શૈલેષ પ્રજાપતિ નીં મલ્હાર ઠાકર અને કિંજલ રાજપ્રીયા અભિનિત ફિલ્મ *સાહેબ* દર્શકો નુ ધ્યાન ખેંચવા માટે સફળ નીવડે એવી ફિલ્મ.

મલ્હાર ને ઘણી બધી ફિલ્મો માં મસ્તી ના રોલ માં જોયાં પછી ચોક્કસ પણે કહી શકાય કે મલ્હાર અહીં એક નેતા અથવા કહી શકાય કે વિદ્યાર્થી નેતા અને એથી પણ વધુ જાગૃત નાગરિક ની ભૂમિકા ભજવ્વા માં સફળ રહ્યો છે.

સીસ્ટમ સામે ની ન્યાય માટે ની લડાઈ, રાજકારણ નાં દાવપેચ અને પ્રજા ની જાગ્રુતતા વચ્ચે મલ્હાર અને કિંજલ નો પ્રણય ખુબજ સરસ રીતે દર્શાવવામાં આવ્યો છે.

આજ ની જાગૃત પ્રજા માટે મોટીવેશન અને ઈન્સપીરેશન પૂરૂ પાડે તેવી ફિલ્મ.

સરસ ડીરેકશન, મલ્હાર અને કિંજલ સાથે ના અન્ય સહ કલાકાર જેમકે અર્ચન ત્રિવેદી અને નિસર્ગ ત્રિવેદી ની એક્ટિંગ ઘણી સારી છે.

ફિલ્મ નો પ્લોટ આજ ના યુથ અને પ્રજા ને જાગ્રત થવા માટે અપીલ કરનારો છે.

ફિલ્મ માં ક્યાંક કોઈ ડાયલોગ કે પંચ ની કમી વર્તાય છે પણ ફિલ્મ ઓડીયન્સ ને પકડી રાખે તેવી છે. એક વાક્ય માં કહીએ તો સાહેબ “સાહેબ” એક વાર તો સિનેમાઘર માં જઈને જોવી જ રહી.વિસ્મય જગડ.

કોપી રાઈટ રિઝર્વ.આપને આ લેખ કેવો લાગ્યો. તે કોમેન્ટ માં જરૂર લખો.આપના રોજિંદા જીવનનાં ઉપયોગી હોય તેવા લેખ, લાગણીસભર સ્ટોરી, બોલીવુડની ગપસપ, ધાર્મિક વાતો, ફૂડ તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય તેજ ગુજરાતી.કોમ ન્યૂઝ રેગ્યુલર જોતાં રહો અને અમારા બધા ન્યૂઝ ડાયરેકટ મેળવવા 9909931560 પર મેસેજ કરવો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *