ફક્ત ૨ વસ્તુથી માથાનો દુખાવો અને માઈગ્રેન થી છુટકારો મેળવો.

આંતરરાષ્ટ્રીય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

મિત્રો તમે જોયું હશે કે તમને કયારેક તો માથા નો દુખાવો થયો હશે. માથા નો દુખાવો ખાનપાન, આંખની રોશની, ઊંઘ પુરી ન થવાના કારણે થાય છે. કેટલીક વાર શરદી, તાવ કે ટેન્સન લેવાથી પણ માથું દુખે છે.

જ્યારે માથું એક કે બે દિવસ કરતા વધારે દુખે ત્યારે માઈગ્રેન ની સમસ્યા થાય છે. સમય સાથે આ બીમારી વધતી જાય છે. ઘણી વખત આ બીમારી એટલી વધી જાય છે કે કોઈપણ કામ કરવું ગમતું નથી. તેના માટે દવાઓ લેવાથી લીવરમાં ખરાબી આવી જાય છે તેથી વધારે પડતી દવાઓ માથા ના દુખાવા માટે ન લેવી જોઈએ. પરંતુ કેટલીક આસાન રીતો થી તેને ઠીક કરી શકાય છે.
આજે અમે જણાવીશું તે ઉપાયો વિશે જેનાથી માથા નો દુખાવો અને માઈગ્રેન ની સમસ્યા ઠીક થઈ જશે. તે આ પ્રમાણે છે.

નુસખો 1 : સામગ્રી – બદામનું તેલ, ગુલાબ જળ, ચંદન પાઉડર, ફુદીનાનું તેલ.

રીત : એક ચમચી બદામ ના તેલ માં 5 ટીપા ફુદીનાના તેલના નાખો. તેનાથી કપાળ માં 10 મિનિટ સુધી માલિશ કરો. એ પછી એક ચમચી ચંદન ના પાઉડર માં 7 ટીપા ફુદીનાના તેલ ના અને એક ચમચી ગુલાબ જળ ને મિક્સ કરી એક પેસ્ટ બનાવો. પછી તેને આખા કપાળ માં લગાવી લેવું. તેને રોજ સુતા સમયે કે સવારે વહેલા તેને લગાવી ને પછી મસાજ કરો.

નુસખો 2 : સામગ્રી – બદામ નું તેલ, ગાય નું ઘી.

રીત : રોજ રાત્રે ગાય ના ઘી ના એક થી બે ટીપાં નાક માં નાખવા. પછી ધીરે ધીરે શ્વાસ લેવો. બદામ ના તેલ નો ઉપયોગ પણ આ રીતે જ કરવો. રોઘન બદામ ના તેલ નો જ ઉપયોગ નાક માં નાખવા માટે કરવો વાળ માં નાખવાના તેલ નો ઉપયોગ ન કરવો.

મિત્રો આ ઉપાય થી તમને ખૂબ જ ફાયદો થશે. માથા ના દુખાવા થી સંપૂર્ણ પણે તમે છુટકારો મેળવી શકશો.પ્રેમ નો પાસવર્ડ.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *