એચ.એ.કોલેજ માં માતૃભાષા દિનનું સેલીબ્રેશન થયું.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ભારત સમાચાર

ગુજરાતી ભાષા જીવતી રહેશે તો ગુજરાતી જીવતો રહેશે.માતૃભાષા સચવાશે તો સંસ્કૃતિ સચવાશે.ગુજરાતી તરીકે આપણી ભાષાનો આપણને ગર્વ હોવો જોઈએ તથા તેના પ્રત્યે માન પણ હોવું જોઈએ.પ્રિ.એસ.એન.ઐયરે મુખ્ય વક્તા તરીકે પોતાના વિચારો વ્યક્ત કાર્ય હતા.જી.એલ.એસ.કેમ્પસ કો-ઓર્ડીનેટર શ્રી વાડીભાઈ પટેલે કાર્યક્રમ ના અતિથી વિશેષ તરીકે કર્યું હતું કે કોઈપણ વ્યક્તિ વિચારો વ્યક્ત કરવા માટેની શ્રેષ્ઠ ભાષા માતૃભાષા છે તથા તેમાં લાગણી તથા ભાવ વ્યક્ત કરી શકે છે.ગુજરાતી ભાષા બોલતા નાનપ અનુભવી ના જોઈએ.કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે જણાવ્યું હતું કે ગુજરાતી ભાષામાં ઉચ્ચ કક્ષા નું સાહિત્ય લખાયેલું છે.ગાંધીજી એ પણ ગુજરાતી ભાષાનો મહિમા વ્યક્ત કર્યો છે.કોલેજના વિદ્યાથીઓ એ પણ ગુજરાતી ભાષા નો ઉપયોગ રોજીંદા વ્યવહારમાં કરવાનો સ્વીકાર કર્યો હતો.ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરતી કવિતાઓ તથા પંક્તિઓ રજુ કરી માતૃભાષા ની ઉજવણી કરી હતી.કાર્યક્રમ નું સંચાલન પ્રો.ચેતન મેવાડા એ કર્યું હતું.

કોપી રાઈટ રિઝર્વ.આપને આ લેખ કેવો લાગ્યો. તે કોમેન્ટ માં જરૂર લખો.આપના રોજિંદા જીવનનાં ઉપયોગી હોય તેવા લેખ, લાગણીસભર સ્ટોરી, બોલીવુડની ગપસપ, ધાર્મિક વાતો, ફૂડ તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય તેજ ગુજરાતી.કોમ ન્યૂઝ રેગ્યુલર જોતાં રહો અને અમારા બધા ન્યૂઝ ડાયરેકટ મેળવવા 9909931560 પર મેસેજ કરવો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply