એક બાળકની સત્યઘટના. હેનરી ફોર્ડ.

કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

બાલમિત્રો, આપણી આસપાસ કેટકેટલીય ઘટનાઓ

ઘટે છે ! આવી ઘટનાઓ ક્યારેક આપણને ચમત્કારિક,

સામાન્ય લાગે અને આપણને જાણવાની ઇચ્છા પણ થાય.

પરંતુ એમાં આપણે જરાય ઊંડા ઊતરતા નથી. એટલી

સ્થિરતા, ધીરતા અને મનની એકાગ્રતા આપણે કેળવી

નથી એટલે એને અવગણીને આપણે તો આપણા રસ્તે

ચાલતા થઈ જઈએ છીએ..

હવે, તમને હું એક તમારા જેવડા જ નાના બાળકની

વાત કરવા ઇચ્છું છું. રોઝ નદીના કિનારે એક ખેતરમાં બે

માળનું મકાન હતું. એ મકાનના રસોડામાં સ્ટવ પર ચાની

કીટલીમાં ચાનું પાણી ઊકળી રહ્યું હતું. આ રસોડાના એક

ખૂણામાં દશથી બાર વર્ષનો એક બાળક પરીકથાનું એક

પુસ્તક વાંચી રહ્યો છે. પણ એનું ધ્યાન પરીકથામાં નથી !

એનું ધ્યાન તો ક્યાંક બીજે ચોંટ્યું છે. અને એને લીધે એના

મનમગજમાં એના જ વિચાર ઘૂમરાયા કરે છે.

એવામાં એની નજર ચાની કીટલી ઉપર પડે છે.

ચાની કીટલીના નાળચામાંથી પૂરજોશમાં વરાળ નીકળતી

હતી. આ નીકળતી વરાળ સામે તે તાકીને જોઈ રહ્યો છે.

તેવામાં હાથમાં રાખેલું પરીકથાનું પુસ્તક તો ક્યાંય ભુલાઈ ગયું. આ બાળકની નજર તો કીટલી પર છે. સ્ટવ પર

મૂકેલી એ કીટલીનું ઢાંકણું ઘડીએ વારે ઊંચુંનીચું થતું રહે

છે. બાળક ઊભો થયો પછી એક પ્યાલો લઈને કીટલીના

નાળચા આગળ રાખે છે,અને એ પ્યાલા સાથે વરાળ

અથડાય છે અને એ વરાળનાં ટીપાં તેમાં બાઝી જાય છે.

નવાઈ સાથે એ ટીપાંને ટગર ટગર જોઈ રહ્યો છે.

આ ઘટના જોઈને બાળકના મનમાં એક પ્રશ્ન ઊભો

થયો. કીટલીમાંથી વરાળ ન નીકળે તો શું થાય ? પ્રશ્નનો

જવાબ મેળવવા માતપિતાને પૂછી જોયું. કોઈ સંતોષકારક

જવાબ મળ્યો નહીં. હવે પોતાની મેળે વિચાર કરવા લાગ્યો.

પૂરેપૂરો વિચાર કરીને એણે સ્ટવ પરની કીટલી નીચે ઉતારી

અને તેનું નાળચું ખૂલે નહીં એ રીતે તાર બાંધીને બંધ કરી

દીધું. નાળચામાં આવો દાટો માર્યો અને પછી સ્ટવ પર

કીટલી મૂકીને શું થાય છે, વરાળ બહાર કેવી રીતે નીકળે

છે તે જોવા લાગ્યો.

– કીટલી ખૂબ ગરમ થઈ ગઈ. તેમાં રહેલા પાણીની

વરાળ થવા લાગી. નાળચાને ડાટો માર્યો હતો એટલે વરાળ

અંદરને અંદર ભરાતી ગઈ. અંતે વરાળનું પ્રમાણ એટલું

બધું વધી ગયું કે કીટલીને ફાડીને વરાળ બહાર નીકળી.

કીટલીના ચૂરેચૂરા થઈ ગયા. આવો મોટો ધડાકો થતાં

માબાપ તો ગભરાઈ ગયાં અને હાંફળાં ફાંફળાં રસોડામાં

દોડી ગયાં. જોયું તો ત્યાં બધું વેરણછેરણ! બન્નેએ પુત્રને

ઠપકો આપ્યો અને પછી હળવેકથી કહ્યું, “બેટા, આવું ખોટું

સાહસ ન કરાય.”

બાલમિત્રો, નિરીક્ષણ-પરીક્ષણશક્તિ, મનની

એકાગ્રતા ધરાવતો આ બાળક કોણ હશે, એ જાણવાની

તમને ઇચ્છા થઈ હશે. આ બાળક બીજું કોઈ નહીં પણ

તેઓ હતા હેનરી ફોર્ડ.

નાનપણથી જ જબરી જિજ્ઞાસાવૃત્તિ ધરાવતા હેનરી

ફોર્ડ એક દિવસ ગાડામાં બેસીને ગામની બહાર જતા હતા.

રસ્તામાં એક ખટારો જોયો. તેના ઊંચા ભૂંગળામાંથી ધુમાડા

નીકળતા હતા. ખટારાને મોટાં મોટાં પૈડાં હતાં. સાંકળથી

જોડાયેલાં હતાં. ગાડું ઊભું રાખીને હેનરી ખટારાનાં યંત્રો

જોવા લાગ્યો. ખટારો કેવી રીતે ચાલે છે, આ પૈડાં કેવી રીતે

ચાલે છે એ અંગે ઘણા પ્રશ્નો ડ્રાઈવરને પૂછ્યા. આ રીતે

એને યંત્ર સાથે એક લગાવ વધવા લાગ્યો.

આ જિજ્ઞાસા અને લગનીએ આગળ જતાં હેનરીને

મોટરગાડીનું એન્જિન બનાવવામાં ઘણી મદદ કરી. પછી

મોટી ગાડી બનાવી અને ત્યાર બાદ હેનરી ફોર્ડ મોટરગાડી.

બનાવવાનો મોટો ઉદ્યોગ શરૂ કર્યો. આજે પણ ફોર્ડ ગાડી

વિશ્વભરમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. તેઓ

પોતાના કારખાનામાં ખોડખાપણવાળા અપંગોને પહેલું

સ્થાન આપતા.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *