આજે અમદાવાદ ના આકાશ માં થનારી અવકાશી ધટના * ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન નું પસાર થવું * દિશા: ઉત્તર-પશ્ચિમ થી દક્ષિણ-પૂર્વ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી ભારત મનોરંજન સમાચાર

તા.૧૨-૦૨-૨૦૧૯
* અમદાવાદ ના આકાશ માં થનારી અવકાશી ધટના
* ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન નું પસાર થવું
* દિશા: ઉત્તર-પશ્ચિમ થી દક્ષિણ-પૂર્વ

* સાંજે ૧૯:૦૮:૦૦ કલાકે, ઉત્તર-પશ્ચિમ દિશામાંથી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન નામનું અવકાશી યાન, કે જેમાં કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ રહેલ તે એક મોટા પ્રકાશિત તારા સ્વરૂપે આવતું દેખાશે.

* ૧૯:૧૦:૦૦ કલાકે આ અવકાશી યાન, બ્રહ્મમંડળ તારાસમુહ ની પશ્ચિમ બાજુથી આવી પહોંચશે અને મિથુન રાશિની પણ પશ્ચિમમાંથી પસાર થશે. આગળ નિર્ધારિત માર્ગ મુજબ, મૃગના આદ્રા તારાને અને શ્વાન મંડળના સૌથી વધુ ચમકતા વ્યાઘ્રને જાણે સ્પર્શ કરીને પૂર્વ બાજુથી પસાર થઈને ૧૯:૧૩:૪૭ દક્ષિણ-પૂર્વ તરફ ઓઝલ થતું જોવા મળશે.

* આ અવકાશી યાન પૃથ્વી થી સરેરાશ લગભગ ૪૦૦ કીમી ની ઊંચાઈ પર રહી ને પૃથ્વી ગોળ-ગોળ ફરયા કરે છે.

* આ યાન ૨૮૦૦૦ કીમી./ પ્રતિ કલાક (અઠ્ઠાવીસ હજાર) ની ગતિએ પૃથ્વી ને ચક્કર મારી રહ્યું છે.

* ૯૦ મિનિટમાં પૃથ્વી ને એક આંટો મારી લે છે, આવી રીતે ૨૪ કલાક માં કુલ ૧૬ વખત પૃથ્વી ને ફરે છે એટલે આ અવકાશી યાન માં રહેનાર અવકાશયાત્રીઓ ૨૪ કલાક માં ૧૬ વખત સૂર્યોદય અને સૂર્યાસ્ત નો અનુભવ કરે છે.

* આ યાન અમેરિકા (યુ.એસ.), રશિયા, યુરોપિયન સ્પેસ એજન્સી, જાપાન અને કેનેડા નું સંયુક્ત સાહસ છે.

* આ યાન ને તા.૨૦.૧૧.૧૯૯૮ ના રોજ બેઈકનુર કોસ્મોડ્રોમ, કઝાકિસ્તાન થી અવકાશ માં છોડવામાં આવ્યું છે.

* આપણે આ યાન ને નિહાળીશું ત્યારે તેમાં એક કેનેડીયન, એક રશિયન અને એક અમેરિકન મહિલા એમ મળીને કુલ ત્રણ અવકાશયાત્રીઓ છે. જેને આપણે આ સાથે રજુ ફોટો માં જોઇ શકીએ છીએ.

* આ અવકાશી ઘટના સમગ્ર થી નિહાળી શકાશે. સ્થળ પ્રમાણે, યાન અને તારાઓની relatively બદલાશે.

વધુ વિગત માટે:
સી.બી. મોઢવાડીયા
9427420044

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *