Which situation in India after 18 year in 2019 – DHAVAL PATEL.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત રાજનીતિ સમાચાર

1947માં આઝાદી બાદ દર 18 વર્ષે ભારતમાં હિંસક ઘટનાઓ બની, ફરી એકવાર 2019માં 18 વર્ષ પૂરા થઈ રહ્યાં છે. ભારતની આઝાદી બાદ દર 17-18 વર્ષ પછી આવતાં સમયગાળાએ મોટી મુશ્કેલી, રમખાણ, અરાજકતા ફેલાવી છે. જ્યોતિષ શાસ્ત્રી આચાર્ય જયદેવનાં જણાવ્યા અનુસાર, ભારતની આઝાદી સમયે બનેલી કુંડલીમાં સુર્ય અને રાહુની યૂતી છે. જેને કારણે ભારતની આઝાદી સમયથી દર 18 વર્ષે કતલેઆમ, કુદરતી આફતો અથવા રમખાણો ચાલ્યા રહ્યાં છે. રાહુ દર 18 વર્ષે તે જ સ્થિતીમાં પરત આવે છે અને સુર્ય રાહુની યૂતી સર્જાય છે. જે દેશમાં ક્યાંકને ક્યાંક આફત ઊભી કરે છે. જ્યારે જ્યારે સુર્ય અને રાહુની કર્ક રાશિમાં યૂતી થઈ તે તે સમયે ભારતમાં અરાજકતા, કુદરતી આફતો આવી છે. આવા સમયે હિંસક ઘટનાઓની સાથે સાથે તાનાશાહીનો ત્રાસ વધી જાય છે. 1947થી વાત કરીએ તો 18 વર્ષ બાદ એટ્લે કે, વર્ષ 1964-1965માં ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયુ હતું. આ યુદ્ધમાં ખેમકરણ ક્ષેત્રનું યુદ્ધ ખૂબ જ જાણીતું બન્યુ હતું, આ ભયંકર યુદ્ધમાં સૈનિકો સહીત હજારો લોકો માર્યા ગયા હતાં. 1964માં લાલબહાદુર શાસ્ત્રીનું અવસાન થયું હતું. ત્યારબાદ 18 વર્ષ પછી વર્ષ 1983-84માં શીખ અંગરક્ષકોએ ઇન્દિરા ગાંધીની હત્યા કરી હતી. આ હત્યા બાદ મોટી માત્રામાં દેશમાં શીખ રમખાણો ફાટી નીકળ્યા હતાં. જેમાં અનેક લોકોની કતલેઆમ થઈ હતી. આ જ વર્ષમાં ભોપાલમાં ગેસ દુર્ઘટના સર્જાઈ જેણે 2500થી વધુ લોકોનો ભોગ લીધો. ફરીથી તેનાં 18 વર્ષ બાદ વર્ષ 2001-02માં કુદરતી આપત્તી અને રમખાણોએ અનેક લોકોના જીવ લીધાં. આ વખતે ગુજરાતમાં 2001નાં વર્ષમાં પ્રજા સત્તાક દિને જ વહેલી સવારે આવેલા ભૂકંપથી અનેક ઇમારતો ધરાશાયી થઈ ગઇ, જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા અને અનેક લોકો પરીવાર વિહોણા બની ગયા. વર્ષ 2002માં ફરીથી ગુજરાતમાં નરસંહાર થયો, જેણે સમગ્ર ગુજરાતને ભડકે બાળી અનેક લોકોના જીવ લીધાં. જેને ગોધરા રમખાણ તરીકે ઓળખવામાં આવે છે. હવે ફરીથી 18 વર્ષ બાદ વર્ષ 2019-20માં સુર્ય અને રાહુની કર્ક રાશીમાં યૂતી થઈ રહી છે જે ફરીથી કોઈ મુદ્દે ભારતમાં અશાંતિ સર્જે તેવા એંધાણ છે. હાલમાં ભારતમાં રામ મંદીરનો મુદ્દો ચર્ચામાં છે અને રાજકીય સ્થિતિમાં પણ ગરમાવો છે તેવામાં આગામી વર્ષ 2019-20 માં કોઈ મોટી અરાજકતા ફેલાય તેવા ગ્રહોના એંધાણ વર્તાઈ રહ્યાં છે. બીજી બાજુ નરેન્દ્ર મોદીના ગ્રહો જોવામાં આવે તો વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદીનું ફરીથી આવવું ખૂબ જ અશક્ય માનવામાં આવે છે.

Please send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *