300 થી વધુ વિદ્યાર્થીઓ “પેડલ ફોર સેવ બર્ડ્સ” સાયકલ રેલી કાઢી.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન રમત જગત લાઇફ સ્ટાઇલ સમાચાર

300 થી વધુ વિદ્યાર્થીઓ “પેડલ ફોર સેવ બર્ડ્સ” સાયકલ રેલી કાઢી
2010 થી યુથ હોસ્ટેલ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા અમદાવાદ બાપુનગર દ્વારા અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પક્ષીઓ અને માનવીઓ માટે ઘાતક પુરવાર થયેલ ચાઇના, સિન્થેટિક, નાયલોન કે વધુ કાચ પાયેલી દોરીથી પતંગ રસિયાઓ સ્વયં પતંગ ચગાવવાનું ટાળે તે આશય થી આગામી તા. 6 જાન્યુઆરી 2019 રવિવારે બપોરે 1 થી 5 દરમ્યાન આયોજિત 10મી “પેડલ ફોર સેવ બર્ડ્સ” સાયકલ રેલીમાં ધોરણ 7 થી 10 ના 300 થી વધુ વિદ્યાર્થીઓ સાથે ગ્રીન મેરથોનની એમ્બેસેડર ખુશાલી પુરોહિત તેમજ રેલીને એસ્કોર્ટ કરવા 20 જેટલા મોટરસાયકલિસ્ટ યુવાનો અને 10 જેટલા સુપર સાયકલિસ્ટ જોડાયા હતા.

ખુબજ સારો સહકાર આ વિસ્તારની શાળાઓનો સાંપડી રહ્યો. આ રેલી કોમન પ્લોટ અંજના સોસાયટી, ઇન્ડિયા કોલોની થી શરુ થઇ વિજયપાર્ક, સરદારચોક, સીતારામચોક, અવની હોમ્સ, વસાણી સ્કૂલ, નિકોલ નરોડા રોડ, શુકનચોક, રાજહંસ સિનેમા, દિપક સ્કૂલ, પ્રાઈમ મોબાઈલ, ગંગોત્રી સર્કલ, ખોડિયાર મંદિર, નિકોલ ગામ રોડ, ઉત્તમનગર, સરદાર પટેલ સ્કૂલ, વિરટનગર, નેશનલ હાઇવે, ખોડિયારનગર, હરદાસબાપુચોક, દિનેશ ચેમ્બર્સ થઈને અંજના સોસાયટી પરત ફરી.

રેલીમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સંસ્થા અને સ્પોન્સર તરફથી કેપ, નાસ્તો, સર્ટિફિકેટ તથા એસ્કોર્ટને ટી શર્ટ અને વોલેટ આપવામાં આવ્યા. આ સમગ્ર રેલીને મુખ્ય સ્પોન્સર પ્રાઈમ મોબાઈલ બાપુનગર અને નિકોલ તથા અન્ય સહયોગી સંસ્થાઓએ સફળ બનાવવામાં યથાયોગ્ય ફાળો આપ્યો હતો.

મુકેશ બાઇસિકલ.

Please send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *