108 ટીમ ની ઉમદા કામગીરી : એમ્બ્યુલન્સમાં મૃત જન્મેલા બાળકને કૃત્રિમ શ્વાસ આપી નવું જીવન બક્ષ્યું.

કહેવાય છે કે વિધાતાના લેખ માં કોઈ મેખ મારી ન શકે.અને જીવન મરણ ટાળી શકાતું નથી. પરંતુ કોઈ ચમત્કાર એવો પણ બને,જે કળિયુગમાં પણ કુદરતની કરામત બતાવી જાય છે. જૂનાગઢના રામેશ્વર ગામમાં દેવીપૂજક ફેમિલીની મહિલાને પ્રસુતિની વેદનાં થતાં 108 એમ્બ્યુલન્સને કોલ કરી બોલાવવામાં આવી હતી. 108 દ્વારા તેને જૂનાગઢની સિવિલમાં લઈ જવા રવાના થયા હતા.જ્યાં […]

Continue Reading

જાસપુર નજીક નર્મદા નહેરમાં કર્ણાવતી ડેન્ટલ કૉલેજના 2 વિદ્યાર્થીઓ ડૂબી ગયા. સેલ્ફી લેવાં જતી વખતે વિદ્યાર્થીઓ ડૂબી ગયા.

જાસપુર નજીક નર્મદા નહેરમાં કર્ણાવતી ડેન્ટલ કૉલેજના 2 વિદ્યાર્થીઓ ડૂબી ગયા. એએફ અને ઇએસ અને એનડીઆરએફ દ્વારા બચાવકાર્ય અને શોધખોળ કામગીરી ચાલુ છે. સેલ્ફી લેવાં જતી વખતે વિદ્યાર્થીઓ ડૂબી ગયા.

Continue Reading

બાળવાર્તા – બીરબલની કસોટી

અકબર બાદશાહના દરબારની કાર્યવાહી ચાલી રહી હતી, ત્યારે એક દરબારી હાથમાં કાચનો એક વાટકો લઈને ત્યાં આવ્યો. બાદશાહે પુછ્યું, શું છે આની અંદર? દરબારીએ કહ્યું, આમાં રેતી અને ખાંડ છે. તે શેને માટે, બાદશાહે પુછ્યું. માફી માંગુ છુ હુજુર, દરબારી બોલ્યો. પરંતુ અમે બિરબલની બુદ્ધિની કસોટી કરવા માંગીએ છીએ, અમે ઈચ્છીએ છીએ કે બીરબર આ […]

Continue Reading

કિંજલ દવેની અરજીને હાઈકોર્ટે માન્ય રાખી. હવે કિંજલ દવે હવે ગાઈ શકશે “ચાર ચાર બંગડી” ગીત.

કિંજલ દવેની અરજીને હાઈકોર્ટે માન્ય રાખી. હવે કિંજલ દવે હવે ગાઈ શકશે “ચાર ચાર બંગડી” ગીત.

Continue Reading

૨ ફેબ્રુઆરી ૨૦૧૯નાં રોજ ગુજરાતી સાહિત્ય પરિષદમાં સુપ્રસિદ્ધ લોકગાયક કાલુરામ બામણીયા તથા સાથી કલાકારો દ્વારા કબીરસાહેબની વાણીનો ભજનનો કાર્યક્રમનું આયોજન.

સર્જક ધ્રુવ ભટ્ટની પ્રેરણા અને અમદાવાદનાં કલા અને સાહિત્યપ્રેમી મિત્રોના સહયોગથી,તારીખ:૦૨ ફેબ્રુઆરી ૨૦૧૯,શનિવારના રોજ,સાંજે ૦૬-૦૦ કલાકે,રા.વિ.પાઠક સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે,માળવાના નિર્ગુણ પરંપરાના,દેવાસ(મધ્યપ્રદેશ)ના સુપ્રસિદ્ધ લોકગાયક કાલુરામ બામણીયા તથા સાથી કલાકારો ઘ્વારા કબીરસાહેબની વાણીનો ભજન ગાયનનો કાર્યક્રમ:‘વસુંધરાની વાણી’ (Voices of the Earth)નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને માણવા કોઈ પ્રવેશ ફી રાખવામાં આવી નથી. આપના […]

Continue Reading

“ફિલ્મ રીવ્યુ “: “ઉરી, ધ સર્જીકલ સ્ટ્રાઈક.”- હિમાંશુ ભાયાણી.

ઉરી ફિલ્મ વિષે અંગ્રેજી ભાષામાં લખેલા રીવ્યુ બાદ ઘણા મિત્રોએ એવી વાત કરી હતી કે એ રીવ્યુ મારે ગુજરાતી ભાષામાં પણ લખવો જોઈએ. માટે આ એક પ્રથમ એવો પ્રયાસ છે, લખવામાં કોઈ ભાષાકીય, વ્યાકરણ, કાનો, માત્રા વગેરે ભુલચુક થઈ હોય, તો માફ કરશો *એચબીઆર (એચબી રીવ્યુ) | ફિલ્મ રીવ્યુ | ઉરી, ધ સર્જીકલ સ્ટ્રાઈક*, સૌપ્રથમ […]

Continue Reading

શિક્ષણ પધ્ધતિ બદલો બાળકો અને દેશનું ભવિષ્ય આપોઆપ બદલાશે. – ” ડો. નલિન પંડિત , માન.નિયામક (શિક્ષણ)”નિવૃત્ત.

શિક્ષણ પધ્ધતિ બદલો બાળકો અને દેશનું ભવિષ્ય આપોઆપ બદલશે * NCC તાલીમ ફરજિયાત કરો* * રોજ એક પિરિયડ ફીટનેસ* * એક પિરિયડ નર્સિંગ તાલીમ* * એક પિરિયડ રસોઈ તાલીમ* *એક વિષય ટેકનીકલ તાલીમ નો* *જેમ કે* સુથારીકામ માટીકામ પ્લમ્બીંગ ઈલેકટ્રીશીયન ખેતી/ કીચન ફાર્મીંગ ઘરકામ બધા ચોપડીની ગોખણપટ્ટીનું શિક્ષણ આપી આપણે શુ મેળવીએ છીએ? લાંબા વાળવાળા […]

Continue Reading

જાણો કસાવા – ટેપિઓકા – મોગો જેવા વિવિધ નામથી પ્રચલિત કંદમૂળ ની ખેતી

કસાવા – ટેપિઓકા – મોગો જેવા વિવિધ નામથી પ્રચલિત કંદમૂળ ની ખેતી, ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ માં વર્ષ ૧૯૭૯ થી ૧૯૮૫ માં ખેતી માં આદર્શ પાક તરીકે શરૂઆત થયેલ અને ખુબ જ સુંદર પરિણામો મળ્યા હતા. હાલમાં ગુજરાતમાં કચ્છ – પોરબંદર જિલ્લાના અમુક ખેડૂતો થોડા સક્રિય બન્યા છે .ટેપિઓકા માંથી અનેક ઉત્પાદનો બને છે . […]

Continue Reading

એચ.કે.બીબીએનું અનોખું ક્રિએશન

ઈશ્વરે દરેક માનવને એક વિશિષ્ટ પ્રતિભા સાથે આ દુનિયામાં મોકલ્યો છે. સામાન્ય રીતે માણસની પ્રતિભા, શક્તિ, બુદ્ધિ સુષુપ્ત અવસ્થામાં હોય છે, પરંતુ આવી સુષુપ્ત પ્રતિભાશક્તિને બહાર લાવી ખીલવવાનું કામ એક શૈક્ષણિક સંસ્થા દ્વારા અવશ્ય થવું જોઈએ. એ હેતુ સાથે એચ.કે. બીબીએ કોલેજ એક વિશિષ્ટ સ્પર્ધાનું આયોજન કરે છે, જેનું નામ છે – મિસ્ટર એન્ડ મિસ […]

Continue Reading

એક ડોકટર ની અપીલ – ડો.શ્વેતલ ભાવસાર.

કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તેની જૂનીપુરાણી વસ્તુઓને પણ યાદગીરી તરીકે સાચવી રાખનારા એમના સ્વજનોને એક નમ્ર વિનંતી છે કે… ૧ – ચક્ષુદાન કરો… આંખ રતન છે… રતનનું જતન કરો… ૨ – જો તમારા સગાસંબંધી , મિત્રવર્તુળમાં કોઈ બ્રેઈનડેડ થયું હોય તો આઈ.સી.યુ.માંથી ઘરે લઈ જઈ પછી એ શરીરને સળગાવી કે દફનાવી દેતાં પહેલાં એમાંથી કિડની […]

Continue Reading

કાબર અને કાગડો.

કાબર અને કાગડો એક હતી કાબર અને એક હતો કાગડો. બન્ને વચ્ચે દોસ્તી થઈ. કાબર બિચારી ભલી અને ભોળી હતી, પણ કાગડો હતો આળસુ અને ઢોંગી. કાબરે કાગડાને કહ્યું – કાગડાભાઈ, કાગડાભાઈ ! ચાલોને આપણે ખેતર ખેડીએ ! દાણા સારા થાય તો આખું વરસ ચણવા જવું ન પડે અને નિરાંતે ખાઈએ. કાગડો કહે – બહુ […]

Continue Reading

જિંદગી બની જાય મોળી જો ન હોય ઘરમાં ગરોળી ચીસ પાડી મારો સધિયારો શોધે ને તેનો હાથ પકડી હું બનું કરોડી ના કરી શકે બન્દુકની ગોળી તે કરે દીવાલે લપાયેલી ગરોળી ! – જયેશ મકવાણા. ‘પ્રસુન ‘

ના કરી શકે બન્દુકની ગોળી તે કરે દીવાલે લપાયેલી ગરોળી ! કોની દેન કે અર્ધાંગિની ને ડરાવે પણ એ કાર્ય ગરોળી કરાવે અરે ક્યાંક બાથરૂમમાં તો વળી ક્યાંક બારણાં ની ધારે અમારી ‘એ’ પાડે ચીસ ને જાવું પડે તેની વ્હારે અર્ધાંગિનીના ડર થી ભાગે ભલભલી ટોળી તેને થથરાવી જાય આ ગરોળી ! ના કરી શકે […]

Continue Reading

ધોરાજીના પંચનાથ રોડ પરથી અજાણી બાળકી મળી આવી.

ધોરાજી આજે સવારે ૧૧ વાગ્યે માનવ સેવાના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઈ સોલંકી કામ માટે જામકંડોરણા રોડ પર જતા હતા તે દરમિયાન એક નાની છોકરી પાછળ કુતરા ભસતા અને બાળકી રોતી હતી. અને આ જોઈ ને માનવ સેવાના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઈ સોલંકી એ કુતરાઓને ભગાડી નાની છોકરી ને પૂછતા ક્યાં રહે છે ? તો તેમનાં […]

Continue Reading

આ લેખ વાંચી ને તમે પાન ખાતાં થઈ જશો. જાણો : શરીરના અનેક રોગો માટે પાન છે ઉતમ ઔષધ, પાનનાં ફાયદાઓ જાણીને તમે ચોંકી જશો : કેડીભટ્ટ.

પાન આપણે જમ્યા પછી ઉપયોગમાં લઈએ છીએ. પાનને જમ્યા બાદ ખાવાથી પાચન કરવામાં મદદ કરે છે. પાનથી રોગોનો ઉપચાર પણ કરવામાં આવે છે. આ સિવાય પાનનો ઉપયોગ ધાર્મિક વિધિ, પૂજા, અર્ચના, ટોણાં-ટોટકામાં બહુ જ મહત્વ છે. સામાન્ય રીતે તો લોકો આનો ઉપયોગ જમ્યા બાદ પાચન કરવા માટે અને મોઢાના સ્વાદ માટે કરે છે. ખૂબ જ […]

Continue Reading