? સાચુ હોય તો શરમજનક !*- નિલેશ ધોળકીયા.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

5G ટેસ્ટીંગના કારણે પોતાની જાન ખોઈ બેઠા 300 માસૂમ પક્ષીઓ.

હાલમાં જ રીલીઝ થયેલી અક્ષય કુમાર અને રજનીકાંતની ફિલ્મ 2.O એક ખુબ મોટા સોશિયલ ઈશ્યુ પર આધારિત છે. આમ જોઈએ તો આ ફિલ્મમાં એક ખુબ મોટો ને અગત્યનો સંદેશ રહેલો કહેવાય કે જે આપણી આસપાસના વાતાવરણ સંબંધિત હતો.

ફિલ્મમાં અક્ષય કુમારે પક્ષી રાજનનું પાત્ર નિભાવ્યું છે. જે ઈલેકટ્રો મેગ્નેટિક ફિલ્ડ રેડીએશન એટલે કે EMF ના પ્રભાવથી લોકોને જાગૃત કરે છે. આ ફિલ્મમાં પક્ષીરાજને લોકોને એ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે રેડીએશનથી પક્ષીઓ પર ખરાબ પ્રભાવ પડે છે. જે આપણને જણાવે છે કે સેલફોન અને મોબાઈલ ફોન વગેરેના ટાવરમાંથી નીકળતા રેડીએશનના કારણે પક્ષીઓ ધીમે ધીમે લુપ્ત થતા જાય છે.

જ્યારે માણસોને આ વાત સમજમાં નથી આવતી ત્યારે પક્ષીરાજન એક વિલન બનીને ખુબ કહેર મચાવે છે. પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે ફિલ્મ 2.O માં કહેલી દરેક વાત સાચી સાબિત થાય તેવા અણસાર મળી રહ્યા છે. એવું અનુમાન છે કે 2.O ની કહાની હવે ફરીથી હકીકતમાં સાબિત થશે.

નેધરલેંડમાં 5G ટેસ્ટીંગથી સંબંધિત એક આશ્ચર્યજનક ખબર સામે આવી છે. તમને જણાવી દઈએ કે પક્ષીઓ માટે આ ટેસ્ટીંગ કાળ બનીને આવી છે. જેમાં 300 મૂંગા અને નિર્દોષ પક્ષીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેવું સામે આવ્યું છે.

મારા દોસ્ત દ્વારા Share કરાયેલ આ Postને ઓફિશિયલ કનફર્મેશન મળે તેની રાહ છે. પરંતુ થોડા દિવસો પહેલા જાણવા મળ્યું છે કે, નેધરલેન્ડના એક શહેર હેકના પાર્કમાં ઘણા પક્ષીઓનું મૃત્યુ નીપજ્યું.

શરૂઆતમાં લોકોએ જે – તે પક્ષીઓ પર ધ્યાન ન આપ્યું પરંતુ જ્યારે મારનાર પક્ષીઓની સંખ્યા 300 સુધી પહોંચી ગઈ ત્યારે મીડિયાનું ધ્યાન આ વાત પર ગયું. શરૂઆતી તપાસ દ્વારા એવું જાણવા મળ્યું કે ડચ રેલ્વે સ્ટેશન પર 5G સ્પીડની ટેસ્ટીંગ કરવામાં આવેલ છે અને જાણવા મળ્યું કે ટેસ્ટીંગ કર્યા બાદ તરત જ આસપાસના વૃક્ષ પર બેઠેલા પક્ષીઓ વૃક્ષ પરથી નીચે પાડવા લાગ્યા. વળી આસપાસના તળાવમાં રહેલ બતકોમાં પણ વિચિત્ર વ્યવહાર જોવા મળ્યો. રેડીએશનથી પરેશાન થઈને તે પોતાનું માથું વારંવાર પાણીમાં ડૂબાડતા નજરે પડ્યા અને અમુક તો તે જગ્યા છોડીને ભાગ્યા.

બધા પક્ષીઓ એક સાથે પોતાનો જીવ ગુમાવી બેઠા તો ફિલ્મ 2.O માં કહેલ પક્ષીરાજનની દરેક વાત સાચી સાબિત થશે. તેણે ફિલ્મમાં જણાવ્યું તે પ્રમાણે આવનારા સમયમાં તે ટેસ્ટીંગ પક્ષીઓ, આસપાસના વાતાવરણ અને મનુષ્યો માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

પર્યાવરણ પ્રતિ સતર્ક રહી જીવદયા રાખીએ ! – નિલેશ ધોળકીયા.

TejGujarati
 • 2
 •  
 •  
 •  
 •  
 •  
  2
  Shares
 • 2
  Shares