? *અફસોસ* – પરાગ શાહ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત મનોરંજન સમાચાર

મળી ગયાં શબ્દો પણ….

આકાર આપવાનું રહી ગયું

બીજાંને કહેતો રહ્યો ને….

ખુદને જગાડવાનું રહી ગયું

રચ્યોપચ્યો રહ્યો…..

માયા, મમતા ને લોભમાં

બધાંની ઓળખાણો કાઢી

આત્માને ઓળખવાનું રહી ગયું

દોડતો રહ્યો છું

રાત દિ’ સદા સ્વાર્થ માટે

પરમાર્થ જ પાર પાડશે

એ વાત જાણવાનું રહી ગયું

બધાં સંબંધ છે

જન્મથી મૃત્યુ સુધીનાં

ખબર હોવાં છતાં

મનને સમજાવવાનું રહી ગયું

અંધ બની ભાગતો રહ્યો

દોલત પાછળ સદા

માયા માટી છે ખબર હતી

છતાં ચેતવાનું રહી ગયું

પૂજ્યા ઘણાં મેં દેવ

પથ્થર તણાં ચારેકોર

ઘરમાં બેઠેલાં ભગવાનને

યાદ કરવાનું રહી ગયું

અંતે એક વાતનો

અફસોસ રહી ગયો જીવનમાં

આવ્યાં હતાં માનવ દેહમાં

ને………

માણસ બનવાનું રહી ગયું. – પરાગ શાહ.

Please send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *