૫ વર્ષના બાળકનું સપનું પુરું કરવા પિતાએ કર્યું અનોખુ કામ, લોકો ખૂબ કરી રહ્યા છે વખાણ. – કેડીભટ્ટ.

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રમત જગત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

સામાન્ય રીતે તો દરેક માતા-પિતા પોતાના સંતાનોને દુનિયાની દરેક ખુશીઓ આપવા માંગતા હોય છે. તેના માટે તેઓ દરેક પ્રકારની કોશિશ પણ કરે છે. આવી જ એક કહાની છે કેરળના રહેવાસી અરુણકુમાર પુરુષોતમની. જેણે પોતાના બાળકોના રમવા માટે એક ખૂબસૂરત વસ્તુ બનાવી છે. કહેવા માટે તો આ એક વસ્તુ છે પરંતુ તેમાં કોઈપણ આરામથી યાત્રા પણ કરી શકે છે.

ખાસ વાત તો એ છે કે આ રમકડાને મેળવ્યા પછી પુરુષોતમના બાળકો ખૂબ જ ખુશ છે. તો વળી, સોશિયલ મીડિયામાં પણ તેની રમકડાના પણ ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. અરુણે પોતાના બાળકો માટે જે વસ્તુ બનાવી છે તે ઓટો રિક્ષા છે. સોશિયલ મીડિયામાં આ સમાચાર વાયરલ થયા બાદ ઘણા લોકો આ રિક્ષાને “ક્યૂટ ઓટો રિક્ષા” ના નામથી પણ બોલાવે છે.

હકીકતમાં, અરુણનો દીકરો માધવ કૃષ્ણ વર્ષ ૧૯૯૦માં આવેલી રોમાંટિક મ્યુજિકલ ફિલ્મ “એ ઓટો” નો જબરો ફૅન છે. આ વાતને લઈને પિતાએ તેના દીકરા માટે બિલકુલ ફિલ્મી અંદાજમાં ઓટો રિક્ષા બનાવી આપી. ખાસ વાત તો એ છે કે આ રિક્ષા અલગ અને નાની હોવા છતાં સામાન્ય રિક્ષાની માફક ચાલે પણ છે.

જે કામ અરુણે પોતાના દીકરા માટે કર્યું છે તેવું જ કામ તેના પિતાએ પણ અરુણ માટે બાળપણમાં કરેલું હતું. હકીકતમાં, બાળપણમાં અરુણને ગાડીઓ પ્રત્યે ખૂબ જ આકર્ષણ હતું. પરંતુ ગરીબીના લીધે તેમનું આ સપનું પૂરું નહોતું થઈ શકતું. એવામાં તેના પિતા જે કોર્પોરેટર હતા. તેમણે એક જૂની સાઇકલમાં લાકડાના પાયા ફિટ કરીને તેને આપી તો તે ખૂબ જ ખુશ થઈ ગયો હતો.

તમને જણાવી દઈએ કે સ્કૂલના સમયથી જ અરુણ જિજ્ઞાસુ રહ્યા છે. ૧૦માં ધોરણમાં તેમણે સ્ટેટ લેવલની મોડેલ પ્રતિયોગીતામાં JCB બનાવીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલું હતું. તેવામાં પોતાના સંતાનોની ખુશી માટે તેમણે એક ચાલતી ફરતી ઓટો રિક્ષા બનાવી દીધી છે. જો કે તેને બનાવવામાં ઘણા પૈસા અને સમય લાગેલો છે, પરંતુ સંતાનોની ખુશી સામે બધુ જ સામાન્ય લાગે છે.

કેડીભટ્ટ. પ્રેમનો પાસવર્ડ

આપના રોજિંદા જીવનનાં ઉપયોગી હોય તેવા લેખ, લાગણીસભર સ્ટોરી, બોલીવુડની ગપસપ, ધાર્મિક વાતો, ફૂડ તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય તેજ ગુજરાતી ન્યૂઝ રેગ્યુલર જોતાં રહો અને અમારા બધા ન્યૂઝ ડાયરેકટ મેળવવા 9909931560 પર મેસેજ કરવો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *