હું નિરંતર અનુભવી રહ્યો છું એ વૃક્ષ રૂપી મારા ગામનો.-જયેશ મકવાણા ‘ પ્રસુન.’

કલા સાહિત્ય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

એક વૃક્ષ .
છાંયડા નીચે જેની
હું રમતો ,
હરિયાળા હરિયાળા પર્ણો ની
છાયા માં હું ભમતો …
વડવાઇ જેવા અનેક હાથના
આશીર્વાદ થી હું નભતો ..
રડવું,હસવું,કુદવુ દરેક વાતોનું ભાથું
તેના સાનિધ્યમાં જમતો …
અને અચાનક કાળની થપાટે
એક વાવાઝોડું આવ્યું…
ઘરના મોભી જેવું
એક લીલું પાન ખર્યું…
હું પિતા વિહીન ..
અને પછી તો એ સિલસિલો
બન્યો નિરંતર…
ક્યારેક લીલું પાન તો
ક્યારેક પીળું પાન..
કોઈક અકાળે તો
કોઈક વધતી ઉંમરે
એક એક કરી ખરવા લાગ્યા…
જે પર્ણો ની ગોદ માં
હું મારો ભાર દેતો …
આજે હું શહેર માં આવી
ક્યારેક ક્યારેક ત્યાં જાઉં ત્યારે
ખાલી ખાલી એ વૃક્ષ લાગે…
ધીરે ધીરે એ બધા જ ઓળખીતા
આશીર્વાદિત કરતા પર્ણો ખરી ગયા ..
વૃક્ષ પર નવી નવી કુંપળો ફૂટી ..
જેનાથી હું અજાણ …
પણ કેવી રીતે હું જાઉં ત્યાં
નીત વૃક્ષ થી કોઈનું કોઈ
ઓળખીતું પર્ણ ખરેલું હોય…
બહુ ભારે ભારે લાગે જીવન
નીત ખાલી ખાલી લાગે જીવન…
સાચે જ જીવનચક એ
કુદરત ના હાથમાં
અને તેનો ખાલીપો
હું નિરંતર અનુભવી રહ્યો છું
એ વૃક્ષ રૂપી મારા ગામનો…..

—– જયેશ મકવાણા ‘ પ્રસુન ‘

TejGujarati
 • 61
 •  
 •  
 •  
 •  
 •  
  61
  Shares
 • 61
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *