હું તો સાંજના તરણમાં જીવું,મળશું સજની રાખ ના ઢગલે, ‘પ્રસુન’સૌ જીવમાં જીવે હું નીત મરણ માં જીવું….- જયેશ મકવાણા ‘પ્રસુન ‘

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

બધા યુગો માં જીવે
હું ક્ષણ માં જીવું
તું મળે બે ઘડી
તે સ્મરણ માં જીવું
સમીપે છતાં દૂર દૂર
તું જ અવતરણમાં જીવું
આંખના પલકારા જેવી પળો
તે કારણ માં જીવું
શ્વાસોની આપ લે ચાલુ
ધબકારા ના ઝરણ માં જીવું
આ ભવે મળવું અશક્ય
ભવોભવના શરણમાં જીવું
નોખા ‘દી નોખી રાતો
હું તો સાંજના તરણમાં જીવું
મળશું સજની રાખ ના ઢગલે
‘પ્રસુન ‘ સૌ જીવમાં જીવે

હું નીત મરણ માં જીવું….

— જયેશ મકવાણા ‘પ્રસુન ‘ please send your news on 9909931560

TejGujarati
 • 87
 •  
 •  
 •  
 •  
 •  
  87
  Shares
 • 87
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *