સવારે ઊઠીને પથારી સરખી કરવી જ પડે.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

ભગવાન કાર્તિકેય રચિત જ્યોતિષ સામુદ્રિકશાસ્ત્ર* માં શરીરના *અંગ ઉપાંગો તેમજ માનવ સ્વભાવની* દૈનિક *ગતિવિધિના આધારે ભવિષ્ય* ભાખવામાં આવેલું છે. આમાંની કેટલીક લાક્ષણિક *ટેવો જીવન* વ્યવહારમાં વણાઈ ગયેલી હોય છે. *ઘણી કુટેવો સુધારવા* ઘરના વડિલો ટકોરતા પણ હોય છે. આવી *શાસ્ત્રસંગત* *આચારસંહિતા અપનાવવાથી વ્યક્તિના* જીવનમાં અનુશાસન, તંદુરસ્તી, પ્રગતિ અને વિકાસ સાધી શકાય છે. અહીં આવી જ કેટલીક ચાવીરૂપ બાબતોનો નિર્દેશ કરવામાં આવેલો છે. જે માટે *આત્મચિંતન કરી* તેમાં સુધાર લાવવાથી *જરૂર અભિવૃદ્ધિ* પામી શકાશે.

1, કેટલાક લોકોને *જાહેરમાં કે ઘરમાં જ્યાં ત્યાં થૂંકવાની* આદત હોય છે. જેનાથી *યશ-આદર-સન્માન* જલદી મળતાં નથી. *મળી જાય તો પણ લાંબો સમય* ટકતાં નથી. જેના બદલે *યોગ્ય જગ્યાએ* અથવા વૉશ બેસીનમાં થૂંક અને સળેખમનો નિકાલ કરવાની ટેવ પાડવાથી પોતાના માન-સન્માનમાં વધારો થશે.

2. જે લોકો *નાસ્તો કર્યા પછી* કાગળની ડીશ, પતરાળું વગેરે જ્યાં ત્યાં ફેંકે છે કે જમ્યા પછી એઠીં થાળી જાતે ઉપાડ્યા વિના જ્યાં ત્યાં રહેવા દે છે, તેમને *સ્થીર* રીતે *સફળતા મળતી નથી.* ખૂબ જ વેઠ કરવી પડે છે. મન વિક્ષુબ્ધ રહે છે. નાસ્તા કે ભોજન પછી પોતાનું પાત્ર પોતે જ ઉઠાવી *યોગ્ય જગ્યાએ મુકવાથી જીવનમાં* આવતી રોજિંદી *અડચણો સહેલાઈથી ઉકેલી શકવાનો માર્ગ* મળે છે. માનસિક શાંતિ વધે છે. *ચંદ્ર અને શનિનું ગ્રહ* નડતર દૂર થાય છે.

3. જ્યારે પણ ઘરમાં બહારથી કોઇ *આગંતૂક કે મહેમાન* આવે ત્યારે *ચોખ્ખું પાણી પીવરાવવાની ટેવ* રાખવી. કોઈના *એઠા વાસણમાં કે એઠું પાણી પીવા* ક્યારેય ન આપવું. વળી, ઘરમાં *પાણિયારું સ્વચ્છ* રાખવું. આમ કરવાથી *રાહુનું સન્માન* થાય છે. આકસ્મિક સંકટો નડતાં નથી.

4. ઘરમાં રાખેલ *પ્લાન્ટેશન-છોડની પ્રેમથી* માવજત કરવામાં આવે, નિયમિત જળ સિંચવામાં આવે તો *સૂર્યચંદ્ર* અને *બુધ પ્રસન્ન* થાય છે. પરિવારમાં ખુશી અને સંપ રહે છે.

5. જે ઘરમાં સભ્યો બહારથી આવી પોતાના ચંપલ, જૂતાં, મોજડી વગેરે *આમ-તેમ ફંગોળી દે* છે. તેમને શત્રુપીડા ભોગવવી પડે છે. વિરોધીઓથી ત્રાસ થાય છે. ઘરમાં આવતાં જ *પગરખાં યોગ્ય જગ્યાએ મૂકવાથી પ્રતિષ્ઠામાં* વધારો થાય છે. *પનોતિની પીડામાં રાહત* મળે છે.

6. જે લોકો સવારે ઊઠીને પોતાની *પથારી, ઓશીકું,* *ઓઢવાનું* વગેરે *અસ્ત વ્યસ્ત રાખતા* હોય, તેના પર *જૂનાં કપડાં, નાહીને ભીનો ટુવાલ પડેલા* હોય, તેવા લોકોનો *રાહુ-શનિ ખરાબ* હોય છે, આવી વ્યક્તિ *ખૂદ* તો પરેશાન હોય છે જ, પરંતું *બીજાઓ માટે* પણ *મુસીબતો સર્જતા* હોય છે. તેવાઓનો *વિકાસ* અટકી જતો હોય છે. તેનાથી બચવા *ઊઠતાંની સાથે સ્વયં* *પોતાનો બિસ્તરો સમેટી લેવાની ટેવ* રાખવી. નાહીને *પોતાનો ટુવાલ જાતે સુકવી* દેવો. આમ કરવાથી *જીવનમાં આશ્ચર્યજનક* સુધાર આવશે.

7. લોકો *પાની -પગની સફાઈમાં બહુ લક્ષ્ય* આપતા નથી. *સ્નાન* કરતી વખતે પગ *સારી રીતે ધોવા* તેમજ *વ્યવસાય પરથી કે અન્ય કામે બહારથી ઘરમાં પરત* ફરતાં *પાંચ મિનિટ રોકાઈ હાથ-પગ-મોઢું પાણીથી* ધોવા. આમ કરવાથી *શરીરની થકાન અને ચીડીયાપણું દૂર* થશે. *મનની શક્તિ* વધશે. *ક્રોધ ઓછો થઈ આનંદમાં* વૃદ્ધિ થશે. *મંગળ-બુધની કૃપા* ઉતરશે.

8. *કામ પરથી રોજ ખાલી હાથે ઘરે પરત ફરતાં* ધીરે ધીરે *આર્થિક તંગી વર્તાવા* લાગે છે અને ઘરના સભ્યો માં પણ *નકારાત્મક નિરાશાનો ભાવ* જાગે છે. એનાથી ઊલટું ઘેર *પાછા જતાં કોઈને કોઈ નાની વસ્તુ કે ઉપહાર* લઈને જવાથી *ઘરની સમૃધ્ધિ માં વૃદ્ધિ* થાય છે. *લક્ષ્મી* નો વાસ થાય છે. *ઘરના સભ્યોની પ્રગતિ* થાય છે. *સુર્ય* અને *શુક્રના દોષ દૂર થાય છે.*

9. *વારંવાર જૂઠ્ઠું બોલવા કે છળકપટની ટેવથી* આત્મ સન્માન અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડનારી છે. તેનાથી વારંવાર *ઉદાસીનતા* આવતી હોય છે. *સૂર્ય-ચંદ્ર-રાહુ* પીડાદાયક બને છે. *કરવાનાં કામ રહી* જાય છે. રૂપિયા ઘર કરી જાય છે. આ *ગ્રહોની પ્રસન્ન્તા મેળવવા સાચું* બોલવાની ટેવ પાડવી.

*શાસ્ત્રોની આજ્ઞા પ્રમાણે રોજિંદી ટેવો સુધારવાથી* નડતા *ગ્રહોની કૃપા* થાય છે અને *સમૃદ્ધિનો માર્ગ મોકળો* થાય છે.

TejGujarati
 • 90
 •  
 •  
 •  
 •  
 •  
  90
  Shares
 • 90
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *