સરકારી વિનયન કૉલેજ, વાવમાં વિદાય સમારોહ યોજાયો

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

સરકારશ્રી દ્વારા જૂન ૨૦૧૨થી કાર્યરત સરકારી વિનયન કૉલેજ, વાવના સ્થાપક કા. આચાર્યશ્રી બિપિંચંદ્ર એ. ઉપાધ્યાયજીની બદલી થતા કૉલેજ ૫રિવારે તાજેતરમાં તારીખ : ૦૧લી જાન્યુઆરી ૨૦૧૯ નવા વર્ષના દિવસે જ ભવ્ય વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનથી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં કૉલેજના ભૂતપૂર્વ વિધ્યાર્થીઓ અને ગામના લોકો પણ હાજર રહ્યા હતા. કા. આચાર્યશ્રી બિપિંચંદ્ર એ. ઉપાધ્યાયજીનું પુષ્પગુચ્છ, મોમેન્ટો, સાલ તેમજ રજવાડી પ્રસંગો અનુસાર સાફો પહેરાવી હૈયામાં વિદાયના આંસુ હોવા છતાં હસતાં મુખે ભવિષ્યમાં પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવી હતી.

વિદાયના આ પ્રસંગે કૉલેજના વિધ્યાર્થીઓ તેમજ કૉલેજ પરિવારના સભ્યોએ કા. આચાર્યશ્રી બિપિંચંદ્ર એ. ઉપાધ્યાયજીએ કરેલ કાર્યો અને એમના સરળ સ્વભાવના ભૂતકાળમાં થયેલ અનુભવો વર્ણવ્યાં હતા. સાહેબના કોમળ અને નિર્મળ સ્વભાવને આચારણમાં લાવવા કૉલેજના અધ્યાપકોએ વિધ્યાર્થીને જણાવ્યું હતું.

સાહેબે સંબોધન કરતાં કૉલેજ પરિવાર તથા વિધ્યાર્થીઓને હળી મળીને રહેવા તેમજ અગવા ઉજ્જવળ ભવિષ્યની હિમાયત કરી હતી.

અને ત્યારબાદ કોલેજની વિધ્યાર્થીઓની દ્વારા વિદાય ગીત રજૂ કરતાં વાતાવરણ ગમગીન બન્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આસિ. પ્રોફેસર શેષકરણ બી. ચારણ તથા સિનિ. કારકુન જેતલબેન પાંચિવાલાએ કર્યું હતું. અને અંતમાં ડૉ. ઋષિરાજ વાઘેલાએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
 • 2
 •  
 •  
 •  
 •  
 •  
  2
  Shares
 • 2
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *