વડોદરાના ૧૭૫ કિલો વજન ધરાવતા શકુંતલાબેને ઉતાર્યું ૧૧૫ કિલો વજન, જાણો કેવી રીતે તેમણે વજન ઉતાર્યું. – કેડીભટ્ટ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

હજુ બે વર્ષ પહેલા જ ૧૭૫ કિલો વજન ધરાવતા તથા પોતાના આ વજનથી કંટાળી ને સરકાર પાસે ઈચ્છા મૃત્યુની માંગણી કરેલી હતી. વડોદરાના શકુંતલાબેનનું વજન હવે ૧૧૫ કિલો ઘટીને માત્ર ૬૦ કિલો જ થઈ ગયું છે.

જો કે આ વજન ઉતારવા માટે તેમણે ખાસ્સી મહેનત પણ કરેલી છે. આ વજન ઉતારવા માટે તેમના શરીર પણ આઠ વખત બેરિયાટ્રીક સર્જરી પણ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલા વજનથી કંટાળીને સરકાર પાસે સહાય માંગી હતી અને સહાય ના મળે તો ઈચ્છા મૃત્યુની મંજૂરી આપવામાં આવે તેઓ પત્ર વડાપ્રધાનને લખેલો હતો.

૧૭૫ કિલો વજન ધરાવતા શકુંતલાબેન શાહને એક સમય એવો હતો જ્યારે તો ઊભા થવું પણ શક્ય નહોતું જ્યારે અત્યારે તેઓ ચાલી પણ શકે છે. તેઓ અત્યારે દરરોજ ડોક્ટરની સલાહ પ્રમાણે કસરત કરે છે.

વડોદરાના શકુંતલાબેન શાહ પોતાના વજનથી એટલા પરેશાન થઈ ગયા હતા કે તેઓને અનેક વખત આપઘાત કરવાના વિચાર પણ આવતા હતા.

તેઓ આર્થિક, માનસિક અને શારીરિક રીતે તૂટી ગયા હતા. તેઓની આર્થિક પરિસ્થિતી સારી ન હોવાથી તે બેરિયાટ્રીક સર્જરી પણ કરવી શકે એવી સ્થિતિમાં ન હતા.તેઓની આ સ્થિતિ જોઈને થોડા દાતાઓ અને થોડા હોસ્પિટલના ડોક્ટરના સહયોગથી જૂના પાદરા રોડ પર આવેલી એક ખાનગી હોસ્પીટલમાં શકુંતલાબેનની સફળ રીતે સર્જરી કરવામાં આવી હતી.૨૨ એપ્રિલ ૨૦૧૬ ના રોજ શકુંતલાબેનની સર્જરી કરવામાં આવી હતી અને સર્જરી બાદ આજે તેમનું વજન ફક્ત ૬૦ કિલો થઈ ગયું છે. આ સર્જરી બાદ તેમનું વજન ૧૧૫ કિલો ઘટ્યું હતું, જો સર્જરી બાદ તેઓએ પણ કસરત કરવામાં ઘણી મહેનત ઉઠાવવી પડી છે. અત્યારે તેઓ પણ એક સામાન્ય રીતે જીવન જીવી રહ્યા છે.

શકુંતલાબેનનો ડાયટ પ્લાન :સવારે ૮ વાગ્યે ગ્રીન ટી (મધ અને લીંબુ ઉમેરીને)

સવારે ૯ વાગ્યે પ્રોટીન પાઉડર સાથે અડધો ગ્લાસ દૂધ.

સવારે ૧૦ વાગ્યે દૂધી, બીટ, ગાજર, ટામેટાં વગેરેનું જ્યુશ.

બપોરે ૧૨ વાગ્યે જમવામાં દાળ, ભાત, શાક, રોટલી, પણ આ બધુ થોડી માત્રામાં.

બબોરે ૩ વાગ્યે વેજીટેબલ અને ફ્રૂટનું સુપ.

સાંજે ૭ વાગ્યે જમવામાં ખિચડી, ઉપમા વગેરે.

રાત્રે ૯ વાગ્યે અડધો ગ્લાસ દૂધ.

રાત્રે ૧૧ વાગ્યે મધ અને લીંબુ નાંખીને ગ્રીન ટી.

હાલ શકુંતલાબેન સામાન્ય વ્યક્તિની માફક જ પોતાનું જીવન જીવે છે. તેઓ પોતાના ડાયટ પ્લાન સિવાય ડોક્ટર દ્વારા જણાવવામાં આવેલ કસરત પણ નિયમિત રીતે કરે છે.

સ્ટોરી. કેડીભટ્ટ. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
 • 19
 •  
 •  
 •  
 •  
 •  
  19
  Shares
 • 19
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *