-“મનોદિવ્યાંગ બાળકોની પંચતીર્થ યાત્રા”- નિલેષ પંચાલ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

જૈન સમુદાયમાં પંચ તીર્થયાત્રાનું અનેરૂ મહત્વ હોય છે એક જ દિવસમાં પાંચ જૈન તીર્થ ધામો એ દર્શનાર્થે જવું એટલે પંચતીર્થ યાત્રા.આવી યાત્રા જૈન દાતાઓના સહયોગથી તારીખ ૧૮-૧૯જાન્યુઆરી,શુક્ર-શનિ ના રોજ મનો દિવ્યાંગ બાળકો માટે નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડૉ.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કૂલ ફોર મેન્ટલી ચેલેન્જડ્ ના 40 જેટલા વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવી હતી.જેમાં તા:૧૮-શુક્રવારનાં રોજ મીરપુર,પાવાપુરી,ભેરૂતારક,કેવલધામ અને જીરાવાલા એમ પાંચ જૈન તીર્થ ધામોમાં વિદ્યાર્થીઓને લઈ જવામાં આવ્યા હતા.રાત્રી રોકાણ જીરાવાલ માં કર્યું હતું અને તા:૧૯ ને શનિવારે અંબાજી તથા તારંગા તીર્થધામોની યાત્રા કરાવી અમદાવાદ આ તીર્થયાત્રા પરત આવી હતી. બે દિવસીય યાત્રા ખૂબ જ આનંદદાયક અને આરામદાયક વિદ્યાર્થીઓ માટે રહી હતી. જૈન દાતા તથા સંસ્થા દ્વારા રહેવા-જમવાની વ્યવસ્થા ઉત્તમ રીતે આયોજિત કરી હતી.

આ યાત્રા વિનામૂલ્યે કરવામાં આવી હતી.દિવ્યાંગ બાળકો દ્વારા બસમાં ડાન્સ પણ કરાયો હતો.રાત્રી રોકાણમાં ભજન-અંતાક્ષરીની મજા પણ બાળકોએ કરી હતી.

પંચતીર્થ યાત્રા આ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી બની હતી.જૈન વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવા છતાં દરેક જ્ઞાતિનાં વિદ્યાર્થીઓને યાત્રામાં જોડવામાં આવ્યા હતા. સમાજ અને સેવાભાવી સંસ્થા અને વ્યક્તિઓ તરફથી આ પ્રકારની યાત્રાને સહયોગ મળી રહે છે. સમાજ દિવ્યાંગો પ્રત્યે ક્રમશઃ જાગૃત બની રહ્યો છે તેનું આ ઉત્તમ ઉદાહરણ કહી શકાય.

– નિલેષ પંચાલ.

Please send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •