મને ત્યારે ઉત્તરાયણ પર ફરવા લઈ જજો ક્યાં ખબર છે તમને?- જયેશ મકવાણા. ‘પ્રસુન’તસવીર : જિહાન આર્ય.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

એક ઉત્તરાયણ..
જે આજે ય મારા હૃદયમાં જીવંત
નીત ઉડે મારા બાળક
તારા પ્રાણી પ્રત્યેના પ્રેમના પતંગ
દરેક મા – બાપ ની જેમ હું
તને અને તારા મોટાભાઈને
લઈને ગયો બજાર
પતંગ -દોરી લઈ આપવા
મોટાભાઇ એ પતંગ – દોરી
પસંદ કરી અને પછી..
આવ્યો તારો વારો
પણ તે જે શબ્દ કહ્યા
તેનાથી હું ક્ષણમાટે
ભૂતકાળમાં જતો રહ્યો કે
હું કેવી હઠ પકડતો’તો
દોરી – પતંગ માટે
અને તે ધરાર ના પાડી
ખરીદવા માટે અને કહ્યું’તું કે
હું પતંગ ચગાવીશ તો
ઘણા પક્ષીઓને પાંખમાં,
આંખમાં વાગશે તો
આજ થી હું નહિ ચગાવું
આ શબ્દ સાંભળી મોટાપુત્ર એ પણ
એ જ નિર્ણય કર્યો…
અને બેટા તે બીજા શબ્દો જે કહ્યા’તા કે
મને ત્યારે ઉત્તરાયણ પર ફરવા લઈ જજો
ક્યાં ખબર છે તમને?
ઘાયલ પક્ષીઓ ની સારવાર ના
કરુણા અભિયાનમાં.. ને હું આજે હવે છેલ્લા
પાંચ વરસ થી ઉત્તરાયણ નજીક આવે છે
ત્યારે નીત વિચારું કે મારા બાળકે
મને આ શીખવ્યું ..
કાશ હું ય પહેલા થી જ શીખ્યો હોત તો…
ઉત્તરાયણ નીત જીવે
મારા હૈયે એ તારા શબ્દો થી…..

“કવિતા મારા બન્ને પુત્રોને અર્પણ ”

— જયેશ મકવાણા ‘પ્રસુન’
તસવીર : જિહાન આર્ય.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
  • 56
  •  
  •  
  •  
  •  
  •  
    56
    Shares
  • 56
    Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *