“મનદીપ લંગયતે ગીરીમ” – સ્ટોરી. માનસિંહ ઝાલા.

કલા સાહિત્ય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

જેને ધારણ કરવાથી સૌંદર્ય નિખરે તે આભૂષણ. આભૂષણનું આકર્ષણ સદીઓથી ખાસ કરીને સ્ત્રીઓના મન મોહતા આવ્યા છે. વિવિધ ધાતુઓ, લાકડા, રંગબેરંગી ચમકતા પત્થરો, સમુદ્રમાંથી મળતા છીપલાં તથા મોતી, કપડા, પશુઓના ચામડા, હાડકા થતા શીંગડા, ફળ તથા ફૂલો વગેરે ઘણાં માંથી અનેક પ્રકારના આભૂષણોએ સ્ત્રી તથા પુરુષોના સૌંદર્યને નીખારીને તેમના આકર્ષણને વધુ આકર્ષક બનાવ્યું છે. અને તેથી જ તો ત્રણ થી ચાર હજાર વરસ પુર્વે પણ દુનિયાભરથી સાહસિકો માઈલોનો જોખમી દરિયાઈ પ્રવાસ ખેડીને લોથલ આવતા અને કિંમતી પથ્થરોનો વેપાર આપણી સંસ્કૃતિ પોષતા.

આજે પણ આભુષણોનું આકર્ષણ વિશ્વભરમાં એવુજ ઘેલું લગાડે છે, એવા આકર્ષક આભુષણોનું સર્જન કરીને અમદાવાદ સ્થિત “અપંગ માનવ મંડળ” સંસ્થાની “પુર્ણા” નામક બ્રાન્ડ એ અમદાવાદ અને દિલ્હી જેવા મોટા શહેરોની હ્યાત અને અશોકા વગેરે એવી નામી ફાઈવ સ્ટાર હોટલોમાં જેની હાથ બનાવટના આભૂષણો એક્ઝિબિશનમાં ધુમ મચાવી રહ્યા છે; વાત છે અહીંયા તે અનોખા બાળક મનદીપની.

ભાવનગરના સિહોર તાલુકાના અગિયારી ગામમાં જન્મેલ બાળક મનદીપસિંહ ગોહિલ જન્મથી જ Osteoporosis નામક હાડકાના ગંભીર રોગને કારણે તે ક્યારેય પોતાના પગ પર ચાલી શકવાનો ન્હોતો. તેના હાડકા એટલા બરડ હતા કે જો સહેજપણ જોરથી ક્યાંય અથડાય તો પણ તે તુટી જાય. એટલે કે તેણે દરેક પળે હલનચલનમાં ખુબ એટલે ખુબ જ કાળજી રાખવી પડે. ખુબ નાની ઉંમરે તેને આ વાતની ખબર પડી ગઈ હતી કે તેનું જીવન સામાન્ય કરતા વધુ પડકારોથી ભરેલું છે. ઓછું ભણતરના માં-બાપનો આ બાળક 14 વર્ષની નાની ઉંમરે તેના ગામથી ક્યાંય દૂર અમદાવાદ જેવા શહેરના એકદમ અલગ વાતાવરણમા શહેરની “અપંગ માનવ મંડળ” નામક સંસ્થામાં અભ્યાસ માટે આવ્યો.

નદીપ પોતાની તમામ શારીરિક અને આર્થિક મર્યાદાઓ જાણી ગયો હતો. તે જાણી ગયો હતો કે માત્ર અભ્યાસ કરીને તેનું જીવન ચાલશે નહિ. તેણે મનોમન નક્કી કરી લીધું કે માત્ર અભ્યાસ પૂરો કરીને પાછો ગામ નહિ જાઉં, કોઈ પોતાની આગવી આવડત ઊભી કરીશ અને સ્વનિર્ભર બનીશ. અભ્યાસ દરમ્યાન તેના નાજુક હાડકાને લીધે ઘણીવાર દવાખાને રહેવું પડ્યું પણ તેમ છત્તા તે હાર્યો નહિ, give up કર્યું નહિ.

અભ્યાસની સાથેસાથે મનદીપે પહેલા સિલાઈકામ અને પછી ફૅશન ડિઝાઇનિંગ ક્ષેત્રે પોતાનો હાથ અજમાવ્યો. હિંમત, હૈયું અને હાથની મદદથી તેની બનાવટો લોકોમાં આકર્ષણ જમાવવા લાગી. અ.મા.મં સંસ્થા, તેના કર્મચારીઓ તથા ટ્રસ્ટી અને અધિકારીઓએ મનદીપને ખુબ સહયોગ કર્યો. વિવિધ જરૂરી સાધનો, સગવડો અને માર્ગદર્શન પુરા પાડ્યા.

અ.મા.મં સંસ્થાના એક ટ્રસ્ટી શ્રી. ક્ષિતિજ મદનમોહનજીએ તેમના પિતાજીની સ્મૃતિમાં અ.મા.મં સંસ્થાની અંદર “મદનમોહન રમણલાલ ફૅશન ટેક્નોલોજી ટ્રેનિંગ સેન્ટર” ની શરૂઆત કરેલ જેમાં આજે આ વિભાગના 30 થી વધુ વિદ્યાર્થીઓ મનદીપ સાથે કામ કરી રહ્યા છે અથવા તેમ કહીએ કે કામ શીખી રહ્યા છે ને સ્વનિર્ભર બન્યા છે. સંસ્થાના અન્ય ટ્રસ્ટીઓ પણ સતત આ પ્રકારની સેવાભાવી પ્રવુત્તિને પોષતા રહીને સમાજને ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડી રહ્યા છે.

મનમાં જો હિંમત અને ધગશનો દીપ પ્રકાશિત હોય તો જગતમાં અજવાળા પાથરવા કે પર્વત ને ઓળંગવો ક્યાંય અશક્ય છે???. સ્ટોરી – માનસિંહ ઝાલા.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
 • 2
 •  
 •  
 •  
 •  
 •  
  2
  Shares
 • 2
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *