મજબૂત મનોબળ ના વ્યક્તિની ઑસ્ટ્રેલિયામાં સફળ સર્જનતા ‘ધ કલર ઓફ ડાર્કનેસ ‘ : – જયેશ મકવાણા “પ્રશુન”

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

મજબૂત મનોબળ ના વ્યક્તિની ઑસ્ટ્રેલિયામાં સફળ સર્જનતા ‘ધ કલર ઓફ ડાર્કનેસ ‘ :

બે વર્ષ થવા આવ્યા હશે છતાંય આ ફિલ્મ વિશે વારંવાર લખવાનું મન થાય તેની પાછળનું એક જ મુખ્ય પરિબળ કે આ ફિલ્મ એક એવા વ્યક્તિ એ બનાવી છે જેણે સંઘર્ષ અને સંજોગો ને મ્હાત આપી પોતે જે વિચાર્યું હતું,પોતે જે મેળવવાની ખેવના હતી,પોતાને જે મંજિલ સુધી પહોંચવું હતું તે સિદ્ધ કર્યું છે. ફિલ્મ વિશે લખીએ તેટલું ઓછું પણ એથીયે વિશેષ પોતાના સ્વપ્નોને અને ધ્યેય ને સિદ્ધ કરનાર મૂળ ગુજજુ ખેડા જિલ્લાના નડીઆદ પાસે ના ટૂંડેલ ગામ ના વતની ગિરીશ મકવાણા વિશે લખવા માટે શબ્દો ઓછા પડે.

નાનપણ થી પોલિયો ના કારણે પગ ની તકલીફ ને લઈ ગિરીશ મકવાણા એ સાયન્સ વિષય માં સ્નાતક ની પદવી લીધી પણ મનમાં ધ્યેય થી ભટકતા હોય તેમ લાગતા પોતાની સંગીત ની રુચીને તેમણે તબલા સાથે ડિપ્લોમા કરી અને વડોદરા ની એમ.એસ.યુનિવર્સિટીમાં થી સંગીત માં માસ્ટર્સ કર્યું. ત્યારબાદ તેમને ઑસ્ટ્રેલિયા ઉચ્ચ અભ્યાસમાં જઇ સંગીતમાં ડૉક્ટરેટ ની પદવી લીધી.સાથે સાથે તેમણે ફિલ્મ મેકિંગ માં પણ તેમણે ઉચ્ચ ડીગ્રી હાસિલ કરી.

આ તો થઈ તેમના ભણતર અને અભ્યાસ ની વાત પણ આ બધા અભ્યાસ અને જીવન નિર્વાહ માટે તેમણે કેટલીય હોટલમાં પર્ફોર્મન્સ આપ્યા છે,ક્લાર્ક નું કામ પણ કર્યું છે. આવી અસાધારણ વ્યક્તિ જ્યારે ખિસ્સામાં જૂજ પૈસા હોય અને ફિલ્મ બનાવવાનું વિચારે અને જોતજોતામાં ફિલ્મ બનાવી અને આખા ઑસ્ટ્રેલિયા માં એક ભારતીય અને ગુજજુ તરીકે નામ ગુંજતું કરી દે એ ખરા નોખા માટીના સર્જક એટલે ડૉ. ગિરીશ મકવાણા.

નાનપણમાં ભારતમાં તેમના પિતા ના મુખે સાંભળેલી દલિત તરીકેની વ્યથા અને ઑસ્ટ્રેલિયા માં રંગભેદ ના કારણે ભારતીય વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાના બેવડા મિશ્રણ ને એક ઉમદા પ્રેમ કહાણી માં ઢાળી કર્ણપ્રિય મધુર સંગીત અને ગીત સાથે ઑસ્ટ્રેલિયા માં ‘ ધ કલર ઓફ ડાર્કનેસ ‘ ફિલ્મ બનાવી. અનેક આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહ માં નામાંકિત આ ફિલ્મે ઑસ્ટ્રેલિયન ફિલ્મ સમારોહ માં પણ શ્રેષ્ઠ ફિલ્મ નો એવોર્ડ મેળવ્યો.

ફિલ્મની પટકથા,સંવાદો,ગીતો,સંગીત અને દિગ્દર્શન ગિરીશ મકવાણા એ ખુદ કર્યું. ફિલ્મ ને સૌ પ્રથમ અંગ્રેજી ભાષામાં તૈયાર કરવામાં આવી હતી.

જેને ઢાકા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ માં રજૂ કરવામાં આવી હતી.ત્યારબાદ લંડનમાં પણ રેઇનબો ફિલ્મ ફેસ્ટિવલ માં રજૂ કરવામાં આવી હતી.અને ભારતમાં પણ મુંબઇ ખાતે ફિલ્મ મહોત્સવ માં રજૂ કરવામાં આવી હતી જ્યાં પણ તેમને શ્રેષ્ઠ ફિલ્મ નો એવોર્ડ મળ્યો.ફિલ્મ ને અદભુત આવકાર મળતા ગિરીશ મકવાણા અને તેમની ટીમે ફિલ્મ ને ભારતમાં પણ હિન્દીમાં ડબ્બીન્ગ કરીને રજૂ કરવાનો નિર્ણય કર્યો જેને પણ દેશભરમાં સારો પ્રતિસાદ મળ્યો.ફિલ્મ ના બધા જ ગીતો ખૂબ જ કર્ણપ્રિય રહ્યા જેમાં ” નૈના તોરે કજરા રે ” અને ” ઓ પિયા ” ખૂબ જ લોકપ્રિય રહયા.બુદ્ધિજીવીઓ ના આત્મા ને સ્પર્શતી આ ફિલ્મ ની સફળતા બાદ ગિરીશ મકવાણા હાલ પોતાની નવી ફિલ્મ “સાધુ” ના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે અને બહુ જ ટૂંક માં તેઓ ઑસ્ટ્રેલિયા થી ભારત માં આવી તેનું શૂટિંગ શરૂ કરવાના છે.કુદરત તરફથી પોલિયો ની વિકલાંગતા ને તેમણે પોતાના પરિશ્રમ, અભ્યાસ અને સર્જનાત્મક સર્જનતા થી ક્યાંય અદ્રશ્ય કરી દીધી. આવા નોખી માટી ના બનેલ એક સર્જક ને, કલાકાર ને શબ્દોથી શુભેચ્છાઓ અને તેમની આગામી આવનારી ફિલ્મ ” સાધુ ” ખૂબ જ સફળ નીવડે અને આપણે સૌ ભારતીયો ને વિશ્વમાં ગૌરવવાન્વિત કરે.- જયેશ મકવાણા ‘ પ્રસુન.’

Please send your news on 9909931560.

TejGujarati
 • 52
 •  
 •  
 •  
 •  
 •  
  52
  Shares
 • 52
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *