નિશ્ચય – હેલ્પીન્ગ હેન્ડ જે યુવા પીઢી હેલ્પીન્ગ હેન્ડ તરીકે પણ ઓળખાય છે એ ગ્રુપ દ્વારા નવા વર્ષની અલગ રીતેઉજવણી કરાઈ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

નિશ્ચય – હેલ્પીન્ગ હેન્ડ જે યુવા પીઢી હેલ્પીન્ગ હેન્ડ તરીકે પણ ઓળખાય છે એ ગ્રુપ દ્વારા નવા વર્ષની ઉજવણી કાંઈક અલગ રીતે કરવા મા આવી. 15-20 યંગ સ્ટર એ ભેગા થઈ ને 2019 ને અનોખી રીતે આવકાર્યુ. આજ ના સમયમાં જ્યારે 31st g લોકો માટે રેવ પાર્ટી સુધી સીમિત રહી ગઈ છે એવા માં આ ગ્રુપે સમાજ મા એક નવું ઉદાહરણ આપ્યું.

સવારે 10 વાગ્યા થી બપોરે 2.30 વાગ્યા સુધી ગુરુદ્વારા નજીક સ્થિત મંદ બુદ્ધિ બાળકો ની નિવાસી શાળા મા સમય પસાર કર્યો. એમને નાસ્તો કરાવ્યો તેમજ એમની સાથે રમતો રમી, ડાંસ કર્યો અને ગ્રુપ ના સદસ્યો એ સંતા ક્લોઝ બની ને બાળકો ને ચોકલેટ અને ઈનામ નું વિતરણ કર્યું અને બાળકો ને નવા વર્ષ ના વેલકમ નો નવો અનુભવ કરાવ્યો.

બપોરે 3 વાગ્યા પછી આ ગ્રુપ ના સદસ્યો એ નારણપૂરા સ્થિત જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ મા વૃદ્ધો સાથે અનેરો સમય વ્યતીત કર્યો. એમની સાથે જૂના ગીતો ગાઈ ને અને ગરબા રમી ને એમને ખુશ કરવા નો પ્રયાસ કર્યો.

7 વાગ્યા બાદ 12 વાગ્યા સુધી તેમણે ફૂટપાથ પર સૂતેલા લોકો ને ધાબલા અને અનાજ નું વિતરણ કર્યું

ગ્રુપ ના સદસ્ય વિસ્મય, આકાશ, હેમાલી, મૌલીક, મીલીન, વૈશાલી, જીતેન્દ્ર, શ્વેતા, કેવલ, ચિરાગ, નેહા અને સ્નેહલ ના કહેવા મુજબ આ લોકો છેલ્લા 4 વર્ષ થી નવા વર્ષની ઉજવણી કાંઈક આવી જ રીતે કરે છે. જાહેર જનતા ને એમનું નમ્ર નિવેદન છે કે વધારે ને વધારે લોકો આ પ્રકાર ના સારા કાર્યો મા જોડાય અને સમાજ ને માનવતા ના નવા સ્તર પર લઈ જાય.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
 • 171
 •  
 •  
 •  
 •  
 •  
  171
  Shares
 • 171
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *