નાસિરુદ્દીન શાહ જેવા દંભી બિનસાંપ્રદાયિક લોકોને માત્ર નરેન્દ્ર મોદી શૂળની જેમ ખૂંચે છે! – કિન્નર આચાર્ય.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ભારત મનોરંજન રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

2019 પહેલા આ તમાશો ખૂબ ચાલશે: કોઈપણ ભોગે ભાજપ-મોદી પાસેથી સત્તા છીનવી લેવા ચોક્કસ તત્વો સક્રિય*

*હિન્દુઓ, મોદી પ્રેમીઓએ બમણાં જોશથી હિન્દુત્વ બચાવવા પ્રયાસો કરવા પડશે*

“કારવા એ મહોબ્બત” ( ! ) નામક સંસ્થાના કાર્યક્રમ દરમિયાન નસીરુદ્દીને એવું કહ્યું કે, તે હાલમાં જ બુલંદશહેર ખાતે ગૌહત્યા મામલે થયેલી હિંસા બાબતે ભારે વ્યથિત છે.તે કહે છે કે આ “જીન” હવે બહાર નીકળી ચૂક્યો છે અને તેને હવે બાટલીમાં પાછો પૂરવો મુશ્કેલ છે. નસીરુદ્દીન એ બાબતે પણ ઘણો ” જીવ બાળે” છે કે સરકારે આ બાબતે પોલીસ ઇન્સ્પેકટરના હત્યારાઓને ઝડપી લેવા અસરકારક કાર્યવાહી કરવાને બદલે ગાયોની હત્યાની તપાસમાં વધુ સક્રિયતા દર્શાવી છે.

અહી એક સમજવા જેવી વાત એ છે કે કોઈ પણ કાયદાના અમલ બાબતે લોકોના સહકાર અને સહાયને સરકાર અને સભ્ય સમાજ હંમેશા આવકરતો હોય છે.આપણે ત્યાં શરાબના અડ્ડાઓ પર જનતા રેડ થતી હોય છે, આપણે ત્યાં જુગારની ક્લબો પર ઘણી વખત લોકો ધોસ બોલાવે છે, આપણે ત્યાં કુટણખાનાઓ પર અનેક વખત જનતા તૂટી પડે છે ને બિલકુલ પ્રાકૃતિક કાર્ય કરી રહેલા લોકોને તેઓ અત્યંત કફોડી પરિસ્થિતિમાં મૂકી દઈ તેમના કપાળે એક એવું કલંક લગાવી દે છે જેને તે વ્યક્તિ જિંદગીભર ધોઈ નથી શકતી,આપણે ત્યાં છેડતી જેવા મુદ્દે પ્રતિદિન સમગ્ર દેશમાં અનેક લોકોએ જીવ ગુમાવવો પડે છે, આપણે ત્યાં 2-5 હજારની કિંમતના મોબાઈલની ચોરી માટે પ્રતિદિન સેંકડો લોકોને ઢોરમાર પડે છે અને આપણે ત્યાં નજીવા ગુના સબબ હજારો લોકો દાયકાઓથી જેલમાં સબડી રહ્યા છે પરંતુ આ તમામ બાબતે કોઈ સામૂહિક ચિંતા જણાતી નથી.કારણ કે લોકોના રોષનો ભોગ બનનારા એ તમામ લોકો કોઈને કોઈ કાયદાનો ભંગ કરી રહ્યા હતા.પણ તો પછી ગૌહત્યા વિરુધ્ધમાં કાર્યરત સંગઠનો કે વ્યક્તિ પરત્વે આ કહેવાતા વિચારકોને આટલો રોષ કેમ છે ? આખરે તો તેઓ પણ એક પ્રવર્તમાન કાયદાનું પાલન થાય તે માટે જ તો પ્રયત્નશીલ છે ! પરંતુ નસીરુદ્દીન કહે છે, ” તે પોતે ભયભીત નથી, ગુસ્સામાં છે” સવાલ એક એ પણ છે કે કાયદા વિરુધ્ધ જઈ એક આખું વ્યવસ્થા તંત્ર ઉભુ કરી અસંખ્ય ગાયોની હત્યા કરી તેનું માંસ વેચનારા લોકોને આપણી અધિકૃત ભાષામાં કસાઈઓ કહેવામાં આવે છે અને આ કસાઈઓ જે છે, તે કસાઈઓ છે, માર્કેટની બહાર ઠેલો નાખી ઊભા રહીને કોથમરી વેચનારા એવા “બિચારા” શ્રેણીના લોકો નથી.કોઈ પણ કારણ વગર લોહી વહાવવું એ તેમનો વારસાઈ જીવન ક્રમ છે. કાયદાનું ઉલ્લંઘન કરતા તેઓ ઝડપાઈ જાય ત્યારે ફેરિયાઓની જેમ નાસી નથી જતા બલ્કે તેઓ લોહિયાળ હુમલા પર ઉતરી આવે છે.આમ આવા દીપડાઓના મોંમાં કોઈ સસલું તો હાથ ન જ નાખે એ સહુ કોઈ સમજી શકે એવી વાત છે.

ગૌહત્યા વિરૂધ્ધના કાયદો શું કેવળ શોભાનો કાયદો છે ? તેના અમલ બાબતે પોલીસની ઢીલી નીતિ બાબતે સર્વોચ્ચ અદાલત સહિતનું ન્યાયતંત્ર ચૂપ કેમ છે ? આ કસાઈઓની કાનૂન ભંગ માટેના લોહિયાળ અભિગમ બાબતે સરકાર, પોલીસ તંત્ર, સામાજિક કાર્યકરો અને આ કહેવાતા મુક્ત વિચારકો ચૂપ કેમ છે ? ગૌહત્યાનો કાયદો કોઈ સરકારે ખેતરમાં નથી આપ્યો બલ્કે તે બંધારણીય જોગવાઇઓના પરિક્ષેત્રમાં જ ઘડવામાં આવ્યો છે.તેની નીપજ કોઈ એક કોમના વેવલાવેડા નથી બલ્કે અહિંસા માટેના આગ્રહની એક કોમની ઉચ્ચતમ ભાવના છે.આમ આ કાયદાના અમલ બાબતે સરકાર, અદાલતો કે પોલીસ તંત્ર ઉદાસીનતા દર્શાવશે તો પ્રજા માહેથી કોઈ સક્રિય થશે તે નિશ્ચિત જ છે.

ખેર, હવે આપણે વાત નસીરુદ્દીનની કરીએ.આ ભાઈ શ્રી નસીરુદ્દીન કહે છે , ” તેઓ આ બાબતે ભયભીત નથી બલ્કે ક્રોધાયમાન છે”, કારણ કે તેમના કહેવા મુજબ તેઓ એક “વિચારશીલ અને જાગૃત નાગરિક” છે.પરંતુ નસીરના આવા દાવા પછી સવાલ એ ઉદભવે છે કે, કાશ્મીરમાં ઈદની પૂર્વ સંધ્યાએ ડીએસપી અયુબ પંડિતને મસ્જિદમાંથી બહાર ઢસડી જઈ ટોળાએ રહેસી નાખ્યો ત્યારે તેને ગુસ્સો કેમ ન્હોતો આવ્યો ?
“એક મોટું ઝાડ પડે ત્યારે ધરતી થોડી ઘણી તો ડોલે જ” આવા નિવેદન બાબતે નસિરને કેમ ગુસ્સો ન્હોતો આવ્યો? તાજેતરમાં શીખોની કત્લેઆમ બાબતે સજ્જંનકુમારને દોષિત ઠેરવવામાં આવ્યો ત્યારે, આટલા દાયકાઓ સુધી તેને રાજ્યાશ્રય આપનાર કોંગ્રેસ પર તેમને કેમ ગુસ્સો ન્હોતો આવ્યો ?

શીખોની કત્લેઆમ મામલે જેનું નામ બોલાય છે તેવો કમલનાથ એક રાજ્યનો મુખ્યપ્રધાન બની ગયો ત્યારે તેને ગુસ્સો કેમ ન્હોતો આવ્યો ? પાકિસ્તાનના આતંકવાદીઓએ ભારતીય સૈનિક ઔરંગઝેબને ખત્મ કરી નાખ્યો ત્યારે નસીરને ગુસ્સો કેમ ન્હોતો આવ્યો ? આતંકવાદીઓએ લેફ્ટેનન્ટ ઉંમર ફાયાઝને મોતને ઘાટ ઉતારી દીધો તે દી નસીર કેમ ચૂપ રહ્યો ? કોંગ્રેસીઓ આર્મી ચીફે ગુંડો કહ્યો ત્યારે નાસિરને કેમ ગુસ્સો ન્હોતો આવ્યો ? નવજોત સિધ્ધુ પાકિસ્તાની આર્મી ચિફને ભેટી પડી ગાંડા કાઢતો હતો ત્યારે તેને ગુસ્સો કેમ ન્હોતો આવ્યો ? જે એન યું માં ભારત વિરુદ્ધ સૂત્રોચ્ચાર થતો હતો ત્યારે તેને ગુસ્સો કેમ ન્હોતો આવ્યો ? નસરને કાશ્મીરી પંડિતો ની દુર્દશા બાબતે ગુસ્સો કેમ નથી આવતો ? 2012માં આઝાદ મેદાન પર બે લાખ મુસ્લિમો રોહિંગિયા મુસ્લિમોના સમર્થનમાં એકઠા થયા ને તેઓએ બે પોલીસ ઇન્સ્પેકટરની હત્યા કરી 43 પોલીસ કર્મચારીઓને ગંભીર ઇજા પહોંચાડી, નસિરને આ બાબતે કેમ ગુસ્સો ન્હોતો આવ્યો ? નસિરને 92 ના હુલ્લડો અને 95ના બોમ્બ બ્લાસ્ટ બાબતે કેમ ગુસ્સો ન્હોતો આવ્યો ? મુંબઈમાં 25 લાખ બાંગ્લાદેશી મુસ્લિમો ઘૂસી ગયા છે અને તેઓ ભારતના આ સર્વશ્રેષ્ઠ મહાનગર નું રાજકીય વાતાવરણ ડહોળી રહ્યા છે તે બાબતે નસીરુદ્દીનને કેમ ગુસ્સો નથી આવતો ? પાકિસ્તાનમાં નાટક લઈને જતા નસિરને બલૂચો અને મુહજીરોની દુર્દશા બાબતે ગુસ્સો કેમ નથી આવતો ?

આ એ જ નસીરુદ્દીન શાહ છે જેણે સર્વોચ્ચ અદાલત દ્વારા ફાંસીની સજા પામેલા યાકુબ મેમણની ફાંસીને માફ કરવાની અરજીમાં સહી કરી હતી.એ યાકુબ મેમણ શું ગાયને મારી રહ્યો હતો કે માણસો ને ? આ નાસીર અલીગઢના હુલ્લડો વિશે કેમ કાઈ ન્હોતો બોલ્યો? ફેસબુક પર ઇસ્લામ વિરુધ્ધ 12માં ધોરણના વિદ્યાર્થિની સામાન્ય એવી પોસ્ટના વિરોધ માં મુસ્લિમો એ ભારે ધમાસણન મચાવી 5 વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધી તે દી નસિરનેં કેમ ગુસ્સો ન્હોતો આવ્યો ?

TejGujarati
 • 2
 •  
 •  
 •  
 •  
 •  
  2
  Shares
 • 2
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *