ધોરાજીનો ઐતિહાસિક ભાદર નદીનો પુલ રીપેરીંગ ઉપરથી કાટમાલ પડતા ૨ ને ઈજા અને ૧ ઠારમાલ માં દબાઈ જતા મહા મહેનતે લાશ મળી.

ગુજરાત સમાચાર

ધોરાજીના જુના ઉપલેટા પુલ જે જર્જરીત થઈ ગયેલ હોય અને તેના પર વાહન વ્યવહાર કલેક્ટરના જાહેરનામાના બાદ પણ ચાલુ હતો અને પુલ સાવ જર્જરિત થઈ જતા તેને રીપેરીંગ કામ ચાલુ હતું અને તે દરમિયાન પુલનું કામ આગળથી પાડવાનું ચાલુ હતું પણ એની સાથે ૫ નો ટપો પણ પડતા જેમાં ૩ જણા દટાયા હતા જેમાથી ૨ ને તાત્કાલિક સારવાર અર્થે ધોરાજી ની સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લેવાયા હતા અને ૧ ધૂળ અને પથ્થરોમાં દટાઈ ગયેલ આ અંગેની જાણ માનવ સેવાના ધર્મેન્દ્રભાઈ બાબરીયા અને ભોલાભાઈ સોલંકીને થતાં ભાદર નદીના પુલે પહોંચી જઈ દટાઈ ગયેલ મજુરને શોધવા માં જોડાયા અને બાદમાં જેસીબી ની મદદથી તેને ઠારમાલ ખસેડતા જેમાં દબાઈ ગયેલ મજુરને તાત્કાલિક 108ની મદદથી તેને ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લેવાતા ફરજ પરના ડોક્ટર મજુરને મૃત જાહેર કરેલ આ કામગીરીમાં 108 ના ડો. પરેશભાઈ અને પાયલોટ ભાવેશભાઈ રાઠોડ જોડાયા હતા અને ખરાબ રસ્તે પણ 108 લઈ તાત્કાલિક સેવાઓ આપેલ હતી કૈલાશ સંધ્યા હરીલા આદિવાસી 25 વર્ષ વાળાનું કરુણ મોત થયેલ જે મરણ નાર કૈલાશ ને 3 પુત્રી અને 1 પુત્ર હોવાનું જાણવા મળેલ મરણ થઈ ગયેલ આદિવાસી પરિવાર વાવડીયા ગામ અને તાલુકો જાબુઆ ના રહેવાસી હોવાનું જાણવા મળેલ છે જ્યારે 2 જણાને ગંભીર ઈજાઓ થતા વધુ સારવાર માટે રીફર કરેલા હતા અને ઈજા પામનારાઓ માં પ્રકાશ બાબુભાઈ માવી ૨૦ વર્ષ અને બહાદુર સુકીયાભાઈ ૨૦ વર્ષ હોવાનું જાણવા મળેલ છે આ બનાવ અંગે સાથી મજૂરોમાં ઘેરાશોકની લાગણી વ્યાપી ગઈ હતી અને ૪. બાળકોએ પીતાની‌ છત્ર છાયા ગુમાવી હતી આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રીપોર્ટર :- રશમીન ગાંધી – ધોરાજી.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *