તારક મહેતા સિરિયલના નટુ કાકાએ ઓમ વેલનેસ થેરાપી સેન્ટરની મુલાકાત લીધી

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ સમાચાર

કરોડરજ્જુને લગતી તમામ બિમારીઓમાં રાહત આપતી ચમત્કારી થેરાપી
અમદાવાદ, 8 જાન્યુઆરી, 2019:

આજની અત્યંત વ્યસ્ત જીવનશૈલીમાં ઘણા વ્યક્તિઓ કરોડરજ્જુની સમસ્યાથી પીડાતા હોય છે. શહેરના ઘાટલોડિયા સ્થિત કાયરો લાઇફની ગુજરાતની હેડ ઓફિસ ઓમ વેલનેસ થેરાપી સેન્ટર ચમત્કારી થેરાપી દ્વારા કરોડરજ્જુને લગતી તમામ બિમારીઓમાં રાહત આપવા બાબતે લોકપ્રિય છે. આ થેરાપીથી પ્રભાવિત થઇને તારક મહેતાના નટુ કાકાએ ઓમ વેલનેસ સેન્ટરની મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે કાયરો લાઇફ ગુજરાત સેન્ટરના વડા મયુર ઠક્કરે નટુ કાકાનું સ્વાગત કર્યું હતું. અહીં ઉપસ્થિત લોકો સાથે વાત કરતાં નટુ કાકાએ આ થેરાપીથી નાનાથી લઇને મોટા વ્યક્તિઓને થતાં આરોગ્ય લાભો અંગે ચર્ચા કરી હતી તથા વિવિધ આરોગ્ય સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં ઓમ વેલનેસ થેરાપી સેન્ટરની કામગીરીની પ્રશંસા કરી હતી.

ઉલ્લેખનીય છે કે આ થેરાપી મુખ્યત્વે સાત સિદ્ધાંતો – મસાજ, એક્યુપ્રેશર, એક્યુપંક્ચર, મોક્સિબ્યુશન, ફાર-ઇન્ફ્રારેડ રેઇઝ, નેગેટીવ આયનસ અને કાઇરો પ્રેક્ટીક ઉપર આધારિત છે. આ ઉપરાંત ગુજરાતમાં કાર્યરત 16 થેરાપી સેન્ટર ખાતે કોઇપણ પ્રકારના ઓપરેશન, સર્જરી, ઇન્જેક્શન અને દવા તેમજ કોઇપણ સાઇડ ઇફેક્ટ બિમારીની વિના વિનામૂલ્યે સારવાર કરાય છે.

Please send your news on 9909931569.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *