જેજી કોલેજ ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સના રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય (એન.એસ.ડી.) દ્વારા અમદાવાદના બી.એ. તથા એમ.એ. નાં વિદ્યાર્થીઓ માટે 15 દિવસની ડિઝાઇન કાર્યશાળાનું આયોજન.

કલા સાહિત્ય ગુજરાત ભારત મનોરંજન સમાચાર

જેજી કોલેજ ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સના સંયોજનમાં રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય (એન.એસ.ડી.) દ્વારા અમદાવાદના બી.એ. (ત્રીજા વર્ષના) તથા એમ.એ. નાટ્યમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે 15 દિવસની નિશુલ્ક સધન ડિઝાઇન કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. 25 ડિસેમ્બરથી શરૂ થયેલ કાર્યશાળાની પૂર્ણાહૂતિ તા. 8 જાન્યુઆરી 2019ને દિવસે થશે.
થિયેટર ડિઝાઇનની અદ્વિતીય કાર્યશાળાનું આયોજન સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર કરવામાં આવેલ હતું.
રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય (એન.એસ.ડી.)ના તજજ્ઞો જેવા કે પ્રો. સૌતી ચક્રવર્તી, પ્રો. અરૂણ મલિક, સુશ્રી કિર્તી શર્મ,શ્રીમતી ડાયના રાવલ, સુશ્રી અર્પિતા ઢગત, શ્રી બિજોય શિવરામ, પ્રો. અવંતીકુમાર ચાવલા, શ્રી હર્ષિત આચાર્ય તથા કાર્યશાળાના દિગ્દર્શક એન. એસ. ડી.ના ભૂતપૂર્વ સ્નાતક શ્રી ભાર્ગવ ઠક્કર દ્વારા લાઇટ ડિઝાઇન, વેશભૂષા, રંગભૂષા, પાઘડી, માસ્ક, સેટ, રંગમંડપ, સાઉન્ડ ડિઝાઇન અને પોસ્ટર ડિઝાઇન જેવા નાટકને લગતા ડિઝાઇનના તમામ વિષયોને આવરી લેવામાં આવેલ.
વિદ્યાર્થીઓને તમામ પાસાનું ઉંડાણપૂર્વકનું સૈદ્ધાંતિક તથા સઘન પ્રાયોગિક જ્ઞાન રોજ સવારના 9-00થી રાત્રિના 9-00 દરમિયાન આપવામાં આવેલ.
વિદ્યાર્થીઓ દ્વારા ગ્રહણ કરવામાં આવેલ જ્ઞાનનું પ્રત્યક્ષ નિર્દેશન કરવા એક પ્રદર્શનનું આયોજન તથા એન.એસ.ડી. દ્વારા વિદ્યાર્થીઓને અર્પણ કરવામાં આવનાર પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ તા. 8-1-2019ના દિવસે સાંજે 6-30 કલાકે જેજી કોલેજ ઓફ પર્ફોમિંગ આર્ટસ, એશિયા કેમ્પસ, ડ્રાઇવઇન સિનેમા સામે, અમદાવાદ ખાતે યોજવામાં આવેલ છે.

Please send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *