જીવનની સફળતાનો નકશો બતાવતું જીપીએસ ! – સરળ ભાષામાં અધ્યાત્મને આત્મસાત કરાવતા સ્વામી શ્રી વિદિતાત્માનંદ સરસ્વતી !- પાર્થિવી અધ્યારુ શાહ.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

જીવનની સફળતાનો નકશો બતાવતું જીપીએસ !

– સરળ ભાષામાં અધ્યાત્મને આત્મસાત કરાવતા સ્વામી શ્રી વિદિતાત્માનંદ સરસ્વતી !

આજનું યુવાધન ખૂબ બુધ્ધિશાળી છે . તેઓ પાસે ખૂબ વિકલ્પો ઊપલબ્ધ છે , પરંતુ તેઓ જીવન પ્રત્યેની સાચી સમજથી કંઈક અંશે વિમુખ જણાય છે . નાની નાની વાતમાં હતાશા , ગુસ્સો , જીદ એ અણસમજ કરતાં અસમંજસની નિશાની છે . ક્યાં જવું , શું કરવું એ તો તેઓને ધારદાર રીતે ખબર છે પરંતુ નક્કી કરેલા ધ્યેય સુધી પહોંચતા કેટલાં વિઘ્ન આવી શકે છે અને એ નડતર સાથે હતાશ થયા વિના અને સજાગતા અને નીડરતા સાથે આગળ વધવું એ જ તો સફળતા છે .

અભ્યાસ બાદ કામ શોધવા ગયા ને ના મળ્યું કે પ્રેમમાં નિષ્ફળતા મળી એ સમસ્યા નથી .. એ જીવનનો જ એક ભાગ છે એમ માનીને જીવનને એક અલગ અંદાજમાં કેવીરીતે જીવવું એ જ તો શીખવાનું છે !

‘ કાઉન્સેલિંગ ‘ શબ્દ એ આ વસ્તુ માટે ખૂબ નાનો શબ્દ છે . આવું વલણ અપનાવવા માટે જીવનની ભીતરમાં ડોકિયું કરવું પડે . પોતાની આસપાસ નહીં પણ આરપાર

ઝાંખવું પડે . જીવનને એક યાત્રા તરીકે લેવું પડે . પોતાની જાતને એક અલગ દ્રષ્ટિકોણથી જોવી પડે .

આ બધું એમ નહીં સમજાય !

તો પછી આ બધું કેવીરીતે સમજાય એ સવાલ ઊભો થાય જ ! આ બધા માટે આધ્યાત્મિક્તાની ઊંડી સમજણ જરુરી છે અને એ અઘરી વાત નથી . આ બધી જ સમસ્યાઓનાં હલ તરીકે સ્વામી શ્રી વિદિતાત્માનંદ સરસ્વતીનાં પ્રવચનો આજનાં જીવન માટે એક જીપીએસ રુપ છે . તેમના શબ્દોમાં સમસ્યાઓનું નિરાકરણમાત્ર જ નહીં પરંતુ સાચી રીતે જીવન જીવવાના રસ્તા પણ છે . ખૂબ સરળ ભાષામાં જીવનનાં સૂક્ષ્મ તત્વજ્ઞાનને સમજાવી શકતા સ્વામીજીનાં ગીતા અને માનવજીવન ,ગીતા દર્શન ગીતાના અધ્યાય ઊપરનાં જ્ઞાનયજ્ઞ જેવી શ્રેણીઓ સાંભળવા જેવી છે તથા અહીં ચાલતા વર્ગો પણ ભરવા જેવાં છે .અધ્યાત્મ વિદ્યામંદિર, થલતેજનાં આંગણે આવા વિવિધ કાર્યક્રમો યોજાય છે અને તેમાં ભાગ લઈને આ જ્ઞાનરુપી જીવનનાં જીપીએસનો લ્હાવો લઈને જીવનને સફળ બનાવવાની કેડી શોધવાનો પ્રયત્ન કરવા જેવો તો ખરો !

આજના ટીનએજર્સથી લઈને સિનિયર સિટિઝન એક અલગ પ્રકારની વિચિત્ર લાગણીથી ઘેરાઈ રહ્યાં છે .

જીવનનાં સાચા જ્ઞાનનાં અભાવને કારણે તેઓ અંદર ને અંદર પોતાની જાતને કોસી રહ્યાં છે . આસપાસનાં વર્તુળ સાથે રહીને પણ તેમનાથી દૂર થઈરહ્યાં છે . વ્યવસાયથી લઈને સંસારની અનેક સમસ્યાઓમાં શાંતિનું સિંચન કરતા આ પ્રવચનોનો લાભ લઈને જીવનને સફળ બનાવી જ શકાય છે . આજે મોટા પ્રમાણમાં ભાવકો આ શૃંખલાનો લાભ તો લે છે પણ જેટલાં બહોળા પ્રમાણમાં લોકો આ લાભ લેશે એટલો આપણો સમાજ માનસિકરીતે તંદુરસ્ત બનશે !

આ તમામ સમસ્યાઓનો એક જ જવાબ છે :

સવાલોને બહાર કાઢો .. સમજો… અપનાવો અને તમારા મૂળ ધ્યેય સુધી પહોંચવાનો નકશો બનાવો .. સરળ ભાષામાં અધ્યાત્મને જાણીને !

– પાર્થિવી અધ્યારુ શાહ.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *