ક્રિકેટના દડાનો કેચ લપકે તો ક્યાંક ગળે બળબળતી બપોરમાં તરસ છીપાવતો નળ ટપકે – જયેશ મકવાણા ‘ પ્રસુન ‘ ફોટો: ક્ષિતિજ- જિહાન આર્ય

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત મનોરંજન રમત જગત લાઇફ સ્ટાઇલ સમાચાર

છો ને હું રહું શહેરમાં
તો ય હજી હૈયે ગામ ધબકે
નીત વહેલી પરોઢે
પાંપણો એ યાદો ઝબકે
અતિતના ઉડે વંટોળ
કૈક છૂટયાની આગ ભભૂકે
છો ને હું રહું શહેરમાં
તો ય હજી હૈયે ગામ ધબકે
સ્મરણમાં ય હાથ લાંબા થઈ
ક્રિકેટના દડાનો કેચ લપકે
તો ક્યાંક ગળે બળબળતી બપોરમાં
તરસ છીપાવતો નળ ટપકે
બોર, રાયણ ખાવા ખૂંદી વળતા
ખેતરોમાં રસઝરતી જીભ લબકે
છો ને હું રહું શહેરમાં
તો ય હજી હૈયે ગામ ધબકે

ક્યારેક નહેરમાં ન્હાવાપડ્યાના ધબુકા ધબકે
તો ક્યારેક ચોરી-ચોરી કેરીઓ
તોડવાના તોફાનો ધબકે
વહેલી પરોઢે ખાટલા સાથે
કોઈને ખાબોચિયામાં મૂકી આવ્યાની
ઘટનાની ધમાચકડી ધબકે
તો કોઈ પીધેલાને ગીતો-ડાન્સ
કરાયા ની યાદો ધબકે
નીત વહેલી સવારે
યાદો નું આવે ટોળું
પાંપણો ની કોરે હલ્લો કરી
સંસ્મરણો ની હેલી ઝબકે
છો ને હું રહું શહેરમાં

તો ય હૈયે હજી ગામ ધબકે.

— જયેશ મકવાણા ‘ પ્રસુન ‘

ફોટો: ક્ષિતિજ- જિહાન આર્ય.

Please send your news on 9909931560.

TejGujarati
 • 60
 •  
 •  
 •  
 •  
 •  
  60
  Shares
 • 60
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *