કુમકુમ મંદિર ખાતે પતંગોત્સવનો પ્રારંભ. ૮ ફૂટ લંબાઈ અને ૮ ફૂટ પહોળાઈ ધરાવતો ત્રિરંગો વિશાળ પતંગ ભગવાનને ધરાવામાં આવ્યો.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન રમત જગત લાઇફ સ્ટાઇલ સમાચાર

અમદાવાદ શહેરના શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ મણિનગર દ્વારા પતંગોત્સવની ઉજવણી પ્રસંગે મહંત મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા થી શ્રી સ્વામિનારાયણ ભગવાન ૮ ફૂટ લંબાઈ અને ૮ ફૂટ પહોળાઈ ધરાવતો વિશાળ ત્રિરંગો પતંગ ચગાવતા દર્શન ભાવિક ભકતો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. જેનો લાભ તા. ૧૫ જાન્યુઆરી સુધી પ્રાપ્ત થશે. સમગ્ર મંદિર પતંગોથી સુશોભિત કરવામાં આવ્યું છે.

મુખ્ય મુદ્દા: શ્રી સ્વામિનારાયણ ભગવાન ૮ ફૂટ લંબાઈ અને ૮ ફૂટ પહોળાઈ ધરાવતો વિશાળ પતંગ ચગાવતા દર્શન યોજવામાં આવ્યા છે. જે તા. ૧૧ થી ૧૫ જાન્યુઆરી કુમકુમ મંદિર ખાતે દર્શનનો લાભ પ્રાપ્ત થશે.

– ર૧ ફૂટ લંબાઈ અને ૧૧ પહોળાઈ ધરાવતું પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. સમગ્ર મંદિર પતંગોથી સુશોભિત કરવામાં આવ્યું છે.

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ મણિનગર દ્વારા વચનામૃત દ્વિશતાબ્દિ – બાપાશ્રી શતામૃત મહોત્સવના ઉપક્રમે તા. ૧૧ થી ૧૫ જાન્યુઆરી સુધી પતંગોત્સવ મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં ઉજવવામાં આવી રહયો છે. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાન ૮ ફૂટ લંબાઈ અને ૮ ફૂટ પહોળાઈ ધરાવતો વિશાળ પતંગ ચગાવતા દર્શન પાંચ દિવસ સુધી આપશે. સવારે ૮-૦૦ થી ૧૨-૦૦ અને સાંજે ૪-૦૦ થી ૯-૧૦ ભાવિક ભકતો માટે આ દર્શન ખુલ્લા મૂકવામાં આવશે.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આ પંતગોત્સવ માટે ર૧ ફૂટ લંબાઈ ૧૧ ઉંચાઈ ધરાવતું બેકગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે. જેની અંદર વિશાળ ૪ ફૂટ ની લંબાઈ અને ૩ ફૂટની પહોળાઈ ધરાવતા ૧૧ થી વધુ પતંગો ઉપર માનવને પ્રેરણાદાયી જનસંદેશો મળે તેવા સંદેશો કંડારવામાં આવ્યા છે. આ સિવાય બીજા અન્ય પતંગોથી મંદિરને સુશોભિત કરવામાં આવ્યું છે.

શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ વચનામૃત ગ્રંથની આધ્યાત્મિક રીતે પતંગ કેવી રીતે ચગાવવા જોઈએ તે અંગો સંદેશો આપતા જણાવ્યું છે કે, આપણે જેમ દોરીથી પતંગને આકાશમાં ઊંચો – નીચો, આસ-પાસ ચગાવીએ છીએ તેમ મનની વૃત્તિરૂપી દોરી વડે ભગવાનની મૂર્તિમાં વૃત્તિ સાધીને મૂર્તિરૂપી પતંગને આકાશમાં ઉડાવતા શીખવું જોઈએ.

– ઘણા પતંગ દિશા વગર અહીં તહીં ઊડીને ફાટી જાય છે. તેમ આપણું જીવન દિશા વગરનું ન હોવું જોઈએ પણ ઉત્કૃષ્ટ ધ્યેયવાળું હોવું જોઈએ.

– જેમ પતંગનો ઢઢ્ધો અક્કડ હોય તો તે પતંગ સારી રીતે ઊડી શકતો નથી. પરંતુ નમ્ર ઢઢ્ધોવાળો પતંગ સારી રીતે ઊડી શકે છે. તેમ આપણે જીવનમાં આગળ વધવું હોય તો નમ્ર બનવું જોઈએ.

– આપણે જો સત્સંગના રંગે રંગાયેલા રહીશું તો આકાશમાં ઉંચે – ઉંચે ઊડી શકીશું અને લહેરાતા – લહેરાતા જિંદગી માણી શકીશું.

કોઈપણ ઉડાન સંપ વગર શકય બનતી નથી.પતંગ અને દોરાનો પ્રેમ જ આકાશને આંબવાની શકિત સમર્પે છે.સંબંધોનું પણ આવું જ છે.જિંદગીને જીતવા માટે કોઈએ પતંગ બનવું પડે છે અને કોઈને દોરા.

ઉત્તરાયણ: મકરસંક્રાતિ માં દાનનો પણ ખૂબ મહિમા છે. આ દિવસે ગૌ ને ઘાસ નાંખવાનો, બ્રાહ્મણોને દાન કરવાની મહિમા છે.તલનું દાનનો વિશેષ મહિમા છે.ગરીબોને વસ્ત્રો અને ગરમ ધાબળાં આપવા થી અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે.

સાધુ પ્રેમવત્સલદાસજી – કુમકુમ

મોં. 9898765648.

Please send your news on 9909931560

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *