કડી સર્વ વિશ્વ વિધ્યાલયનાં સર્વ નેતૃત્વ ગાંધીનગર ટીમ ધ્વારા ઉત્તરાયણ દરમિયાન કત્વ આવ્યો એક નવતર પ્રયોગ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

જય ભારત સાથે જણાવવાનું કે કડી સર્વ વિશ્વ વિધ્યાલયનાં સર્વ નેતૃત્વ ગાંધીનગર ટીમ ધ્વારા ઉત્તરાયણ દરમિયાન એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો, કે નગરજનો ને એક ઓફર આપવામાં આવી હતી કે ૧ કિલો દોરી ના ગુંચ્છા ભેગા કરનાર ને આ ટીમ ધ્વારા વળતર પેટે ૫૦ રૂપિયા આપવાનુ નક્કી કરવામાં આવ્યું હતું.

જેમાં આ નવા પ્રયાસ માં પ્રથમ વર્ષે ગાંધીનગર ના નગરજનો નો ખુબ જ સારો સહકાર પ્રાપ્ત થયો છે. જેમાં ગુંચ્છા કલેક્શન કરવા માટે ના ફોન અવારનવાર ચાલુ ને ચાલુ જ રહ્યા હતા. આ કાર્ય નો મુખ્ય હેતુ કે સૌથી વધુ પક્ષીઓ ઊડતા પતંગ થી નહીં પણ જ્યા ત્યાં દોરી ફસાયેલી હોય છે તેના કારણે પક્ષીઓ સૌથી વધુ ઈજાગ્રસ્ત થાય છે.

તેના ભાગ રૂપે આ શુભ કાર્ય નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી વધુ ગુંચ્છા કલેક્શન રાંધેજા ગામ ના સન્ની ભાઈ ત્રિવેદી અને બોરીજ ગામ ના સુનીતા બેન રાણાએ પોતાના વિસ્તારોમાં સમગ્ર દોરી મોટા પ્રમાણમાં એકત્રીત કરી હતી તે બદલ સર્વ નેતૃત્વ ટીમ તેમનો ખૂબ ખૂબ આભાર માને છે. સમગ્ર કલેક્શન માં સૌથી વધુ ચાઈનીઝ દોરી જોવા મળી છે. તો નગરજનોને અપીલ કરવામાં આવે છે કે ચાઈનીઝ દોરી નો ઉપયોગ કરવાનુ ટાળી દો.

આ શુભ કાર્ય નુ સમગ્ર સંચાલન તન્મય પટેલ અને રાહુલ સુખડીયા, દ્વારા કરવામાં આવ્યું હતું. તેમાં સાથ સહકાર રવી પટેલ, ભરત ચૌહાણ, મનીષ ગોહિલ, દિપક, રાજુભાઈ,હરિશ, ધર્મેન્દ્ર, તથા મુકેશ જોડાયા હતા.

Please send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply