ઉપનિષદની દ્રષ્ટિએ વાણીના નિયમો: શિલ્પા શાહ.

કલા સાહિત્ય ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ

આપણે સૌ જાણીએ છીએ કે વાણીમાં બે પ્રકારની શક્તિ છે એક સર્જનાત્મક શક્તિ અને બીજી વિનાશાત્મક શક્તિ જેથી તેનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે કરવો અનિવાર્ય છે. વાણીના નિયમો બે રીતે સમજી શકાય. ૧)ઉપનિષદની દ્રષ્ટિએ અને ૨) વ્યવહારની દ્રષ્ટિએ.પ્રથમ સમજીએ ઉપનિષદની દ્રષ્ટિએ વાણીના નિયમો. આપણા શરીરમાં શબ્દ ઉત્પત્તિના સ્થાન પાંચ છે. કંઠ,તાલુ,મુર્દા, દાંત અને હોઠ. પરંતુ આ પાંચેય સ્થાનેથી ઉત્પન થતા શબ્દ જીવની સહાય વગર ઉત્પન્ન થઈ શકતા નથી. તૈતરીય ઉપનિષદમાં વાણીના છ નિયમો આપેલા છે.૧)વર્ણ ૨)સ્વર ૩)માત્રા ૪)સામ ૫)બળ અને ૬)સંતાન
૧)વર્ણ- અ,આ,ઇ વગેરે સ્વરના સમૂહને વર્ણ કહે છે. કેટલાક વર્ણનો ઉચ્ચાર હોઠ વડે તો કેટલાકનો દાંત વડે થાય છે. જેનો સાવધાનીપૂર્વક અને શુદ્ધ ઉચ્ચાર કરવો જરૂરી છે.ઉચ્ચાર શરીરમાં એક વિશિષ્ટ પ્રકારનું કંપન પેદા કરે છે જેનો ફાયદો સમગ્ર શરીરની ક્રિયાઓને મળે છે જેમ કે ઓમનું યોગ્ય ઉચ્ચારણ યોગ અને ધ્યાનની પ્રક્રિયામાં કેટલું મહત્વનું છે તે આપણે સૌ જાણીએ છીએ.
૨)સ્વર- સંવાદમાં સ્વરની ભૂમિકા ખૂબ મહત્વની છે કેટલીક વાતો ધીરેથી તો કેટલીક ઉંચા અવાજે, તેમ જ સંવાદમાં ભાવ પ્રગટ કરવા નિમ્ન, મધ્યમ અને ઉદાત સ્વરની આવશ્યકતા છે. જેમ કે કટાક્ષમાં બોલવાની આવડત ઘણા લોકો ધરાવતા હોય છે જે કોઈ રીતે યોગ્ય નથી કેમ કે તેમાં સ્વરની સમજણનો નકારાત્મક ઉપયોગ થાય છે.
૩)માત્રા- જે શબ્દની લંબાઈ નક્કી કરે છે. દરેક શબ્દનો ઉચ્ચાર ટૂંકો કરવો કે લાંબો તેનાથી શબ્દનો અર્થ બદલાઈ જતો હોય છે. વળી કઈ વાત કેટલી લંબાવી અને કેટલી ટૂંકાવી તે સંવાદને અસરકારક બનાવવા જરૂરી છે. ઘણીવાર અતિ મહત્વની વાત ગોળ ગોળ અને લંબાણપૂર્વક કહેવાથી તેની અસરકારકતા ગુમાવી બેસે છે. જ્યારે ઘણીવાર અઘરી વાત ખુબ ટૂંકમાં કહી દેતા સમજ્યા વગરની રહી જાય છે અને પરિણામ આપી શકતી નથી.
૪) બલ- બોલતી વખતે કરવો પડતો પ્રયત્ન એટલે બલ. ઘણા ઉચ્ચાર પ્રાણવાયુના સ્પર્શથી થાય છે જેમકે નાદ અને ઘોષ જે ઊર્જા પેદા કરે છે.વળી વિશિષ્ઠ પ્રકારની ઉદઘોષણા અન્યમાં જોમ ભરી દે છે. દા.ત.ન્યાયની લડતમાં સેનાપતિ દ્વારા ઉત્તમ રીતે થયેલ ઘોષણા સેનામાં વિશિષ્ઠ પ્રકારની ઊર્જા કે શક્તિ ભરી દે છે.
5) સામ- કાનને સાંભળવું ગમે તેવું બોલવું એટ્લે સામ. સામમા સંગીતનો સમાવેશ થઈ શકે. સંગીત કે સોંગ પણ અનેક પ્રકારના હોઈ શકે. કોઈથી માથું દુખે તો કોઈથી આનંદ પ્રાપ્ત થાય. મધુર અને મીઠી વાણી સામ છે, જે સમગ્ર સમાજની ખુશીની પૂર્વશરત છે.
૬) સંતાન- સંતાન એટલે સંધિ. જ્યાં બે અક્ષરો જોડાય તે.
આવા છ નિયમોની જાણકારી વાણી અને સંવાદને અસરકારક અને રહ્દયસ્પર્શી બનાવી શકે છે. શિલ્પા શાહ – ડાયરેક્ટર, એચ. કે. બીબીએ કોલેજ, અમદાવાદ. સંકલન દિલીપ ઠાકર. મો 9825722820

TejGujarati
 • 2
 •  
 •  
 •  
 •  
 •  
  2
  Shares
 • 2
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *