આ લોકો કોઈ બુટલેગર, ભુમાફિયા,રેતીચોર,કે શિક્ષણમાફિયા નથી, પણ નિર્દોષ મહિલા ખેડૂતો છે.

ગુજરાત ભારત રાજનીતિ સમાચાર

આ લોકો કોઈ બુટલેગર નથી, ભુમાફિયા નથી, રેતીચોર નથી, શિક્ષણમાફિયા નથી,

આ ભાવનગરના મહુવાના નિર્દોષ મહિલા ખેડૂતો છે, સરકાર આ લોકોની જમીન ખાનગી કંપનીને આપી દેવા માંગે છે ત્યારે આ ખેડૂતો પોતાની માં સમાન જમીન બચાવવા માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા..ત્યારે પોલીસે લાઠીઓથી નિર્દોષને ઢોર માર મારેલ છે.

એક તરફ મહિલા સશક્તિકરણની વાતો, મહિલાઓના નામે ફાંકા ફોજદારી અને બીજી બાજુ ગુજરાતની માવડીયુ ને મારી મારીને પોલીસ લોકઅપમાં આખી રાત પુરી દેવાનું..

આ તમામ હિંમતવાન માયુંને ચરણમાં વંદન છે, અને ધિક્કાર છે જે સરકારી ગુલામોએ માં ઉપર હાથ ઉપાડ્યો છે, આવા નમાલાના કુળનું નખ્ખોદ જાય.

મહિલાઓને મારેલી આ લાઠી ઉપર હિન્દૂના નામે ચરી ખાતી એકેય સંસ્થાનો ઠેકેદાર બોલશે?? મહિલાઓ ના નામે મંચ ઉપરથી રડવાના નાટક કરતા એકેય કથાકાર મહિલાઓની વેદના સાંભળશે?? ધર્મના ઠેકેદારો કાંઈ બોલશે??

જિંદગી ની આખરી અવસ્થાએ પોલીસનો માર ખાઈને પોલીસ સ્ટેશનમાં એરેસ્ટ થયેલી માવડીયુ.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
 • 3
 •  
 •  
 •  
 •  
 •  
  3
  Shares
 • 3
  Shares