અમદાવાદમાં લખાયેલી વેદાંગની હસ્તપ્રત : ડૉ. પ્રીતિ નયન પંચોલી.

ધાર્મિક ભારત વિશેષ

આશાવલ – કર્ણાવતી – અમદાવાદમાં અનેક ધર્મ – સંપ્રદાયો સ્થપાયા અને વિકસ્યા હતા. તે સાથે તેમના સાહિત્ય લખાયાં અને પ્રસિદ્ધિ પામ્યા. આ ક્રમ છેક ઈ. સ.ની ૧૧ મી સદીથી લઈને આજદિન સુધી પ્રવાહિત રહેલો જોઈ શકાય છે. જેણે આ શહેરને હેરિટેજ સીટી તરીકેની ઓળખમાં બળ પૂરું પાડ્યું છે. અહીં પ્રસ્તુત હસ્તપ્રત ‘નિરુકત ભાષ્ય’ વિષયને લગતી છે. ભારતીય સંસ્કૃતિમાં વેદનું મહત્ત્વ વિશેષ છે. વેદ સ્વયં વાંચવા કઠિન હોવાથી ભાષા અને ભાવ બંને દ્રષ્ટિએ વેદનાં અર્થ જાણવામાં સહાયભૂત થતાં શાસ્ત્રને ‘વેદાંગ’ નામે ઓળખવામાં આવે છે. નિરુકત વેદાંગ છે. પદોની નિરુકિત બતાવવી અને શીખવાડવી એ આ ગ્રંથનું કામ છે.

સંસ્કૃત ભાષામાં લખાયેલી હસ્તપ્રત હાલ અમદાવાદ સ્થિત ગુજરાત વિદ્યાસભા અંતર્ગત ભો. જે. વિદ્યાભવનમાં જળવાયેલી છે. આ નિરુકત ભાષ્યના કર્તા આચાર્ય દુર્ગાચાર્ય છે. જેની રચના સં. ૧૯૩૮ (ઈ.સ.૧૮૮૩)ના વર્ષે અમદાવાદમાં આવેલ સારંગપુર વિસ્તારમાં પંચમુખી હનુમાન પોળ (હાલની પંડિત પોળ)માં વ્યાસ કરૂણાશંકર હરગોવને લખી હતી. આ હસ્તપ્રતનું વિશેષ મહત્ત્વ એ રીતે પણ છે કે વેદાંગ ઉપરની ૪૦૦ પાનામાં લખાયેલ આ હસ્તપ્રત છે. અમદાવાદમાં લખાયેલી હસ્તપ્રતોના અમૂલ્ય અને ભવ્ય વારસામાં આ હસ્તપ્રત અજોડ છે. ડૉ. પ્રીતિ નયન પંચોલી. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

TejGujarati
 • 4
 •  
 •  
 •  
 •  
 •  
  4
  Shares
 • 4
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *