હું સુહાગ નો ચાંલ્લો….- જયેશ મકવાણા ‘ પ્રસુન ‘

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

હું સુહાગ નો ચાંલ્લો….
ક્યારેક રંગે લાલ
ક્યારેક મરુણ
ક્યારેક મસમોટો
ક્યારેક નાની બિંદી જેવો
તેજ બની ચમકતો
હું સુહાગ નો ચાંલ્લો….
નીત સવાર થી સાંજ સુધી
એના લલાટે શોભતો….
પણ પછી તો ?
સાંજ થી સવાર સુધી…
ક્યારેક કિચનની ગ્લેઝડ ટાઇલ્સની દીવાલે
ચોંટી વઘારની સુવાસ માં ઉછળતો
ક્યારેક બાથરૂમ ના નળ ની ઉપરની
ગ્લેઝડ ટાઇલ્સ પર ચોટી
બુંદ બુંદ પાણીમાં શ્વાસ ભરતો
ક્યારેક રજાઈની ઘાર પર ચોટી
શ્વાસોશ્વાસ લેતો
ક્યારેક ડ્રેસિંગ ટેબલ ના કાચ પર ચોટીને
ફરીથી તેના કપાળે સ્થાપિત થવાની રાહ જોતો
હું સુહાગ નો ચાંલ્લો….????
તો ય મને ખબર છે કે
હું સતત તેની સાથે છું….
હૃદયમાં….
શ્વાસેશ્વાસ માં …
લોહીના પરિભ્રમણ માં ….❤️❤️❤️❤️❤️

—- જયેશ મકવાણા ‘ પ્રસુન ‘

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
 • 315
 •  
 •  
 •  
 •  
 •  
  315
  Shares
 • 315
  Shares

Leave a Reply