સાધુની મહાનતા – નરેશ પરમાર.

કલા સાહિત્ય ગુજરાત સમાચાર

કેમ ભાઈ અહીં બેઠા છો? આવું સાંભળતાં અચાનક મારી નજર સામે પડી.જોયું તો એમના મેંલાઘેંલા કપડા,ઘણા દિવસોથી ન્હાયા ના હોય એવું રુપ અને આંખોમાં જામી ગયેલા પીયા અને મુખની દુર્ગંધ જાણી મને પહેલાં સુગ ચડી પરંતુ મારી પણ એવી જ સ્થિતિ હતી. એ સમજી મનમાં જાત ઉપર દુઃખ થયું. મને પુછયું, તો મેં જણાવ્યું કે બહારથી ચાલતો આવું છું.કાલે રાત્રે રોકાણ કરવાની કોઈ જગ્યા મળી નહિં. ધારેશ્વર મંદિરમાં પૈસા પાસે ના હોવાથી બે કલાક બેસાડી રાખી છેલ્લે ધુતકારી કાઢી મૂક્યો. રાત્રે ચાલતો- ચાલતોવચ્ચે આવતાં ગોગમહારાજના મંદિરમાં રોકાવા મળ્યું અહીં જમવાની વ્યવસ્થા ના હોવાથી મેનેજરનું દિવસનું રહી ગયેલું ટિફીન જમવાનું મળ્યું પણ થોડીકવાર પછી ભુવાજી આવતાંની સાથે જ ગુસ્સે થઇ ગયા અને કહેવા લાગ્યા કે અમે કોઈને મંદિરની જગ્યામાં રહેવા દેતા નથી. એમ કહીને મને અહીં પણ ધુતકારી કાઢી મૂક્યો.છેલ્લે ચાલતાં ચાલતાં રુષિવન તિરૂપતિ નેચરલ પાર્ક પાસેની હાઈવે ઉપરની હોટલ બહાર રાત્રે સુવા મળ્યુ. ગઈકાલે વધું ચાલવાને લીધે શરીર તૂટતું હતું એટલે સવારે આઠવાગે ઊઠીને આગળ ચા-નાસ્તો મળે તો સારું ત્યાં ન્હાઈ લઈશું એમ મેં જણાવ્યું.
આટલું સાંભળતાં જ એમણે મારો બિસ્તરો ઉપાડી લીધો. મેં એમની પાસેથી લઇ લીધો અને કહયું આપને તકલીફ લેવી નથી મને આગળ કયાંક સુવિધા મળી રહેશે. પણ આ સુકલકડી સાધુવેશના માણસે મારી એકપણ વાત સાંભળી નહિ અને મને બળજબરીથી એની જગ્યાના રુષિવનની વિરુદ્ધ નદીના સામે દેખાતા નાના મંદિરની જગ્યામાં લઇ ગયા. ત્યાં જઇને એમણે મને ગરમ પાણી મૂકી નહાવાની વ્યવસ્થા કરી આપી નહાવા બેઠો ત્યારે આવીને મને કહેવા લાગ્યા કે તું બહું જ થાકેલો છે લાવ તારા શરીર ઉપર હું પાણી નાખું. ન્હાયા બાદ જાતે ચા બનાવી પીવા આપી. પછી ગોદડું પાથરી આપ્યું અને કહયું તું થાકેલો લાગે છે અને રાત્રે જમવાનું પણ ઠેકાણે મળ્યું નથી.તું આરામ કર હું જમવાનું બનાવું બે કલાક આરામ કરી જમીને નીકળજે.
મેં એમને જણાવ્યું કે હું આપની વધું સેવા લઇ શકું તેમ નથી અને સવારે ચાલતાં નીકળી મારા કામને મહત્વ આપું. એમણે મને ખુબ સલાહ આપી. જતાં પહેલાં તેમની સાથે વાત કરતાં તેઓ સાધુ નહોતા અને ઓડ પરિવારના હતા તેમજ મંદિરની જગ્યામાં વરસોથી રહેતા હોવાથી ભગવા કપડાં પહેરીને રહેતા હતા.
મેં એમને જણાવ્યું કે મારી પાસે એકપણ રુપિયો નથી. આપને આપી શકું એવી કોઈ પણ વસ્તુ પણ નથી તો એમના મુખ ઉપર આનંદના ભાવ અને પરમસુખ સિવાય બીજું કશું જ ના દેખાયું. મનોમન આવા સેવાધારી કુદરતના જીવને અંતરથી વંદન કરી હું નીકળી ગયો.
આ વાતને એક વરસ થવા આવ્યું ત્યારે લાખો રુપિયા ની ગાડીમાં ભટકતા,વીઆઇપી કલ્ચરમાં રીબાતા ,ભગવાન દેવી-દેવતાઓને નામે ચરી ખાનારા, ભવ્ય મંદિરો અને મંડપમાં આળોટતા, આજુબાજુ મોટો ઠઠારો કરીને જીવતા પૃથ્વીના ચક્કરો મારતા વ્યકિતઓને જોઉં છું ત્યારે મનોમન એ ચહેરો વારંવાર આગળ ઊભો રહી જાય છે.
આ લેખ કોઈ કાલ્પનિક નથી મારા જીવનની સત્યતાની છે. દરેક વ્યકિતઓ ખરાબ હોતી નથી, જેમને લાગું પડતું એમણે જ ખોટું લાગી શકે.-
નરેશભાઇ કે.પરમાર. પાલનપુર.

આવી લઘુવાર્તા 9909931560 પર મોકલી આપો.

TejGujarati
 • 2
 •  
 •  
 •  
 •  
 •  
  2
  Shares
 • 2
  Shares

Leave a Reply