વિશ્વ માનસિક ક્ષતિ દિન.

ગુજરાત વિશેષ સમાચાર

તારીખ 8 ડિસેમ્બર એટલે વિશ્વ માનસિક ક્ષતિ દિન અને મનો દિવ્યાંગ બાળકો ને સમાજ સ્વીકારે અને તેમની સમસ્યા સામાજિક કારણ વિશે સમાજમાં જાગૃતિ ફેલાય તેના ભાગરૂપે સોસાયટી ફોર ધ વેલફેર ઓફ ધ મેન્ટલી રીટાર્ડેડ- અમદાવાદ દ્વારા શહેરની 30 જેટલી સ્પેશ્યલ સ્કૂલો ના ૭૦૦ જેટલા મનોદિવ્યાંગ બાળકો ની તડકાળ ચિત્ર હરીફાઈ માણેકબાગ હોલમાં રાખી હતી.

જેમાં દિવ્યાંગ બાળકોએ ઉત્સાહભેર ભાગ લઇ સ્વચ્છતા અભિયાન,બેટીબચાવો,રાષ્ટ્રધ્વજ,ઉતરાયણ,દિવાળી ને લગતા ચિત્રો બનાવ્યા હતા.શ્રેષ્ઠ ૨૦ ચિત્રોને ઇનામ પણ આપ્યા હતા.ભાગ લેનાર દરેક બાળકને મોમેન્ટો આપ્યો હતો. જજ તરીકે ઉન્નતિ પંચાલ,પ્રિયાજી અને અવિનાશભાઇ ઉપસ્થિત રહ્યા હતા. આ ચિત્ર હરિફાઇમાં બાળકોનાં વાલીઓ અને શિક્ષકો પણ જોડાયા હતા.જનજાગ્રુતિનાં ભાગરૂપે યોજાયેલ આ ચિત્રહરિફાઇ,બાળકોની અંદર છુપાયેલ શક્તિઓને બહાર લાવે છે.અને તે પણ સમાજ ને એક મેસેજ આપે છે કે હમ ભી કિસીસે કમ નહીં. શ્રી નિલેષ પંચાલ. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *