લોક રક્ષક ભરતી પરીક્ષા પેપરલીક બાબતે મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ તાકીદે ઉચ્ચ સ્તરીય તપાસનાં આદેશો આપ્યાં છે . ભરત પંડયા.

ગુજરાત વિશેષ સમાચાર

ભાજપનાં પ્રદેશ પ્રવક્તા શ્રી ભરત પંડયાએ જણાવ્યું હતું લોક રક્ષક ભરતી પરીક્ષા પેપર લીક થવાની ઘટના ની તાત્કાલિક તપાસ ના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ આદેશ આપ્યા છે. પેપરલીકની ઘટના કમનસીબ અને પરીક્ષાથીઁઓ માટે પીડાદાયક છે.તેથી જ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ તાકીદે ઉચ્ચ સ્તરીય તપાસનાં ગૃહવિભાગને આદેશો આપ્યાં છે.તેમણે આ ઘટના માં સંડોવાયેલા કસૂરવારો સામે સખત માં સખત કાર્યવાહી કરવા પણ ગૃહ વિભાગ ને સ્પષ્ટ સુચના આપી છે.અને
આજે રાજ્યમાં લોકરક્ષકની ભરતી માં પેપર લીક થવાથી રદ થયેલ પરીક્ષા
હવે જ્યારે ફરીથી લેવામાં આવશે ત્યારે આજની પરીક્ષા ના તમામ ઉમેદવારોને તેમના ઘરથી પરીક્ષા કેન્દ્ર સુધી.આવવા.જવા નુ એસ.ટી. બસ ભાડુ રાજય સરકાર તરફથી આપવામાં આવશે.તેવી મુખ્યમંત્રીશ્રીએ સંવેદનશીલ જાહેરાત કરી છે. જે લોકોની પેપરલીક કરવામાં કોઈપણ પ્રકારની ભૂમિકા હશે તેનાં પર સરકાર કડકમાં કડક પગલાં લેશે.કારણ કે સરકારને કોઈપણ પ્રકારનું ,કોઈનું પણ ખોટું ચલાવી લેવું નથી.ત્યારે કોંગ્રેસ સંવેદના નાં મુદ્દાને રાજકીય બનાવવાનો પ્રયાસ ન કરે. અને જુઠા આક્ષેપો બંધ કરે. પેપરલીક થયાં પછી પરીક્ષા ન્યાયી રીતે લઈ ન શકાય. જો પરીક્ષા ચાલુ રાખી હોત તો જે લોકોએ રાત-દિવસ મહેનત, પરીશ્રમ કયોઁ હોય તેને અન્યાય થાય. તેથી સરકારે કોઈપણ પરીક્ષાથીઁઓને અન્યાય ન થાય , પરીશ્રમી પરીક્ષાથીઁઓનો અધિકાર જળવાઈ રહે તે માટે સંપૂણઁ પારદશિઁતાથી લેવામાં આવે તે હેતુથી પરીક્ષા મોકૂફનો નિણઁય લેવામાં આવ્યો છે. અને હવે લેવાનાર પરીક્ષામાં તમામ પરીક્ષાથીઁઓને ઘરથી પરીક્ષા કેન્દ્રનું ભાડુ આપવાની મુખ્યમંત્રીશ્રીએ જાહેર કયુઁ છે.તેમ શ્રી પંડયાએ અંતમાં જણાવ્યું હતું. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

TejGujarati
 • 1
 •  
 •  
 •  
 •  
 •  
  1
  Share
 • 1
  Share

Leave a Reply