યજ્ઞ પાછળનું વિજ્ઞાન: શિલ્પા શાહ.

સમાચાર

યજ્ઞ એરોમા થેરાપી છે જે હવામાનને શુદ્ધ કરે છે. જીવસૃષ્ટિને ફાયદો કરે છે. વાદળો બાંધે છે. અને હકારાત્મકતાને આકર્ષે છે. શુદ્ધ દ્રવ્યોથી, શુદ્ધ મંત્ર ઉચ્ચારણથી અને શુદ્ધ ભાવનાથી કરેલ યજ્ઞ સમાજનું કલ્યાણ કરે છે. યજ્ઞમાં વપરાતી સામગ્રી જેવીકે ઘી, સાકાર, જવ-તલ, ચોખા, કપૂર વગેરે પાછળ વિશિષ્ટ સમજ કે વિજ્ઞાન છે જેમ કે ઘી નુ વાયુ સ્વરૂપ શ્વાસોશ્વાસ દ્વારા રક્તમાં સીધું ભળી ઔષધીય અસર ઉભી કરે છે. સાકર હવામાં બળી શક્તિ પ્રદાન કરે છે. જવ-તલ વાયુનાશક અને ત્રિદોષનાશક છે.ચોખા મગજને શક્તિશાળી બનાવે છે. વાતાવરણને પણ પવિત્ર કરે છે.કપૂર કનિષ્ટ આત્માને દૂર ભગાડે છે. કપૂર શ્વસન અને રુધિરાભિસરણ કાર્યક્ષમ બનાવે છે. હૃદયને બળવાન બનાવે છે.

દિવ્ય શક્તિઓનો વિકાસ સાધી આધ્યાત્મિક શિખરોની ઉચાઈએ પહોંચવામાં યજ્ઞ સૌથી મહત્વનું સાધન છે. યજ્ઞ દરમિયાન મંત્રના ઉચ્ચારણથી શબ્દધ્વની તરંગો ઇથર કિરણો દ્વારા જે તે ગ્રહ સુધી પહોંચે છે (અને સુક્ષ્મરૂપે દરેક દેહમાં ગ્રહોના અંશો મોજુદ હોય છે તે આપણે જાણીએ છીએ) યજ્ઞ અને મંત્રના આકર્ષણ-ઘર્ષણને લીધે આ તત્વ ત્યાં પ્રગટ થાય છે. આજ રીતે ગ્રહોના ચેતન તત્વોને પણ જાગૃત કરી શકાય છે. આમ તો પરોપકારના તમામ કાર્યોને ધર્મો યજ્ઞ તરીકે ઓળખે છે. – શિલ્પા શાહ – ડાયરેક્ટર, એચ. કે. બીબીએ કોલેજ, અમદાવાદ. સંકલન દિલીપ ઠાકર. મો 9825722820

TejGujarati
 • 3
 •  
 •  
 •  
 •  
 •  
  3
  Shares
 • 3
  Shares

Leave a Reply