મિત્રો જ નડયાં દુશ્મનો થી વધું, સૌ નું કૈક એવું જ તારણ હોય છે. – મિત્તલ ખેતાણી. રાજકોટ.

ગુજરાત ટેક્નોલોજી ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ સમાચાર

પીડાનું આ એક જ કારણ હોય છે.
સપનામાં ય તારું આક્રમણ હોય છે.

વાળી શકું બ્રહાસ્ત્રને ય હું પરત,
તારાં પ્રેમ નું ક્યાં મારણ હોય છે.

કારમાં એકાંત ને ભરેલી સભા મધ્યે,
કાને માત્ર તારું પ્રવચન હોય છે.

અધૂરી અપેક્ષા ભટકે જન્મોજન્મ,
કબરે પણ એનું જાગરણ હોય છે.

મિત્રો જ નડયાં દુશ્મનો થી વધું,
સૌ નું કૈક એવું જ તારણ હોય છે.

એટલે જ તો લાશ તરે દરિયામાં,
સ્વપ્ન નું હવે ક્યાં ભારણ હોય છે.

-મિત્તલ ખેતાણી. રાજકોટ.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
 • 9
 •  
 •  
 •  
 •  
 •  
  9
  Shares
 • 9
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *