‘બોલિવૂડ સિને રીપોર્ટર એવોર્ડ’ થી દિલ્હીમાં સન્માનિત ગુજરાતી જર્નાલિસ્ટ મેધા પંડ્યા ભટ્ટ

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

હાલમાંજ 16 ઓક્ટબરે દિલ્હીમાં ટી-ટાઇમ મ્યુઝીક એસોસિએટેડ સાતમો ‘બોલિવૂડ સિને રીપોર્ટર એવોર્ડ’ સમારોહ યોજાયો હતો. આ એવોર્ડ ફંક્શનમાં સમાજસેવા, રાજકારણ, શિક્ષણ, રમત-ગમત, યોગ, મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી અને જર્નાલિઝમ વગેરે અનેક કેટેગરીઝમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતમાંથી એકમાત્ર ફ્રિલાન્સ જર્નાલિસ્ટ મેધા પંડ્યા ભટ્ટની પસંદગી થઇ હતી. તેમની પસંદગીનું મુખ્ય કારણ એ હતું કે એવોર્ડના ટાઇટલ ‘બોલિવૂડ સિને-રીપોર્ટર’ને તેઓ સંપૂર્ણપણે સાર્થક કરી રહ્યા છે. મેધા છેલ્લા સાત વર્ષથી ફિલ્મ અને ટીવીના કલાકારોને વ્યક્તિગત રીતે મળીને તેમના ઇન્ટરવ્યૂઝ કરે છે. તેથી તેઓ આ એવોર્ડ માટે યોગ્યતા ધરાવતા હોવાથી તેમને એવોર્ડ, સર્ટીફિકેટ અને મોમેન્ટોથી કાર્યક્રમના સંચાલક અજય શાસ્ત્રી અને મહિપાલ હરસોલિયાના દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
 • 59
 •  
 •  
 •  
 •  
 •  
  59
  Shares
 • 59
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *