પ્રમુખસ્વામી મહારાજ જીવનચરિત્ર ભાગ 1 નો સુંદર પ્રસંગ.??ખાસ વાંચો.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

મુંબઇ મહાનગરની એક ચાલીમાં બે સાધુએ પ્રવેશ કર્યો. તેના ઉબડ ખાબડ રસ્તે થોડાંક ડગલાં આગળ જતાં એક આવી. તેમાં નીચા વળીને પગ મુક્ત જ જાણે અડધી સદી પાછળ ધકેલાઈ ગયા નો અનુભવ સંતો કરી રહ્યા.છ ફૂટ નો માણસ ટટ્ટાર ઉભો રહે તો મોભ માથાનો સંગમ થઈ જાય. એટલી ઉંચી એ ખોલીમાં ગરીબાઈ ઘર મંડી ને બેઠી હતી.બહાર બપોરે પણ ત્યાં અંધારું સોડ તાણી ને સુતેલુ હતુ.સાધુ આવ્યા એટલે ટમટમિયા જેવી નાની બતી થઈ.તેથી દારીદ્રતા વધુ સ્પષ્ટ દેખાવા લાગી.એ ઝૂંપડામાં ઠામથી ઠેકાણા સુધી અને પાગરણથી પહેરણ સુધી ક્યાંય બરકત જણાતી નહોતી.એક નજર માં ખબર પડી જાય એમ હતી કે અહીં રહેતી વ્યક્તિને બે ટંક પૂરતું ખાવા પણ નસીબ નહીં થતું હોય.અસલ રંગ ની ઓળખ પામવી અઘરી નહિ પણ અશકય થઈ પડે એવા પાથરણા પર તે વ્યક્તિ એ સંતોને બેસાડ્યા.સાધુની સાથે આવેલા હરિ ભક્ત બાજુમાં બેઠા.એટલામાં તો તે ઘરમાં ગીરદી થઈ રહી.
સંતોએ ઠાકોરજી પધરાવ્યા.પૂજન થયું આરતીની જ્યોત પ્રગટી. પ્રસાદ તરીકે એલ્યુમિનિયમની વાટકીમાં ખાંડ આવી તે પ્રસાદ ઠાકોરજી ને ધરાવીને વહેંચાયો. હવે જવાનું હતું.ત્યાંજ એક સાઈઠેક વરસ ની એ વ્યક્તિએ સંતોને રોક્યા.તેણે મેલાઘેલા ખમીસના ઉપલા ખિસ્સામાંથી પચાસની નોટ ને એક રૂપિયા નો સિક્કો મળીને એકાવન રૂપિયાની રકમ કાઢી.એટલા માં તો તેનું ખિસ્સું ખાલી થઈ ગયું.તે રકમ આપવા જતા સંતોએ હાથના ઈશારા થી ના પાડતા કહ્યું.તમે સત્સંગ કરો છો તેમાં સેવા આવી ગઈ.તમારી રકમ ના લેયાય.
સ્વામી! મારા પર પ્રમુખસ્વામીના ખૂબ ઉપકાર છે. હું ગરીબ છુ. હુ સુખી છું.તેમણે મને ગરીબી નડવા દીધી નથી.મને ખબર પડી છે કે તેઓનું જીવન ચરિત્ર લખાઈ રહ્યું છે.તે માટે એકાવન રૂપિયાની સેવા મને કરવા દયો.
લાગણિથી લદાયેલા આ વાક્યો વિરમ્યા ત્યારે ભેટ આપનારા ને લેનારા બંનેની આખો ભીની હતી………….

કેવી દિવ્ય ને ઉચી મહિમા સહિત ની ભાવના ભક્તિ તરબતરતી જોવા મળે છે .આજના આ દોડ ધામ વાળી વિકસાશીલ દુનિયામા ત્યારે આપણે પણ વિચાર કરતા રહી જઈએ તેમાં કોઈ શંકા ને સ્થાન નથી…..જય સ્વામીનારાયણ.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply