પોષ દશમીના અઠ્ઠમ નું જૈન ધર્મ માં અનેરૂ મહત્વ.- રશ્મિન ગાંધી.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

જૈન ધર્મ માં માગસર વદ દશમને પોષ દશમી તરીકે ઓળખવામાં આવે છે. માગસર વદ નૌમ દશમ અને અગિયારસના ત્રણ દિવસ જૈનો ઉપવાસ કરે છે જેને પોષદશમી અઠ્ઠમ તરીકે ઓળખવામાં આવે છે. પોષ દશમીના અઠ્ઠમ નું જૈન ધર્મ માં અનેરૂ મહત્વ છે.

ધોરાજી શહેરમાં સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આવેલ ચિંતામણી પાશ્વનાથ દેરાસરજીમાં પૂજ્ય આચાર્ય ભગવંત હેમપ્રભસૂરીશ્વરજી આદિ ઠાણા તથા પૂજ્ય સાધ્વીજી ભગવંત જયવર્ધનાશ્રીજી કુલ ૧૨૯ આરાધનાઓ ભક્તિ ભાવ પૂર્વક તપ આરાધના કરી રહેલ છે.

આ મહામૂલી આરાધનાનો અમૂલ્ય લાભ ચત્રભુજ જગમોહનદાસ વસાણીયા પરિવારે લીધેલ છે રોજ સવારે દેરાસરજીમાં પૂ.જ આચાર્ય ભગવંત તથા સાધ્વીજી ભગવંત સાથે વૃદ્ધ દ્વારા ભક્તિ ભાવવામાં આવે છે સવારે 9 વાગ્યે પૂજ્ય શ્રી ની વ્યાખ્યાન ફરમાવે છે.

રાત્રે પ્રતિક્રમણ તથા પ્રભુશ્રી ની ભાવના ભાવવામાં આવે છે અને આજે સવારે 7:30 વાગ્યે સોની બજાર ના ગામના જૈન દેરાસરથી પ્રભુજીની વરઘોડો નિકળેલ હતો આ વરઘોડો સોની બજાર થઈને પીરખાનો કૂવો, ગેલેકસી ચોક થઈને સ્ટેશન પ્લોટ ના જૈન દેરાસરે સમાપ્ત થયો હતો. આ વરઘોડામાં સાધુ ભગવંત તેમજ જૈન ધર્મના ભાઈઓ બહેનો જોડાયેલ હતા.

રીપોર્ટર :- રશમીન ગાંધી – ધોરાજી.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
 • 2
 •  
 •  
 •  
 •  
 •  
  2
  Shares
 • 2
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *