ધોરાજીના ભોળા ગામના પુલ નીચેથી નવજાત શિશુ મળી આવ્યું.- રશ્મિન ગાંધી

ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

ધોરાજીના ભોળા ગામે આજે વહેલી સવારે ગામના પુલ નીચે એક તાજુ જન્મેલ નવજાત શિશુ પડેલ હોય અને ત્યાંથી ખેતીકામ કરવા જતા મજૂરો નીકળતા રળવાનો અવાજ સાંભળતા મજૂરોએ સરપંચ ને જાણ કરતા તાત્કાલિક ૧૦૮ ને જાણ કરતાં ૧૦૮ ના ડોક્ટર પરેશભાઈ અને પાઈલોટ ભાવેશભાઈ રાઠોડ એ સારવાર આપી ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લાવતા ત્યાં સરકારી હોસ્પિટલના ડોક્ટર રાજ બેરાએ જરૂરી સારવાર કરી નવજાત શિશુ ને મોઢામાંથી લોહી નીકળતા બાળકને તાત્કાલિક વધુ સારવાર માટે શહેરની તેલી હોસ્પિટલ ખાતે માનવ સેવાના કાર્યકર્તાઓ ધર્મેન્દ્રભાઈ બાબરીયા અને ભોલાભાઈ સોલંકીએ સારવારમાં દાખલ કરેલ અને ડોક્ટર રાજ બેરાએ જણાવેલ કે બાળકનું વજન ૨૫૦ ગ્રામ જેટલું છે અને બાળક તંદુરસ્ત છે અને આ અંગે ધોરાજી પોલીસને જાણ કરાઈ છે અને ત્યાંથી પાટણવાવ પોલીસને જાણ કરાઈ અને માતાને શોધવા તપાસ હાથ ધરાઈ છે. હાલમાં શિશુની ધોરાજીની તેલી હોસ્પિટલ ખાતે બાળકોના ડોક્ટર વસાવા સાહેબ સારવાર કરે છે. આ બનાવની તપાસ પાટણવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ભોજાણી સાહેબ વધુ તપાસ કરે છે. આ તકે માનવ સેવાના ધર્મેન્દ્રભાઈ બાબરીયાએ અને ભોલાભાઈ સોલંકીએ ૧૦૮ની સેવાઓને બિરદાવી હતી.રીપોર્ટર :- રશમીન ગાંધી – ધોરાજી

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *