કુમકુમ મંદિર ખાતે સ્વામિનારાયણ મહામંત્રની ર૧૭ મી જયંતી નિમિત્તે સ્વામિનારાયણ મહામંત્ર લખેલો 25 ફૂટ લંબાઈ અને 3 ફૂટ પહોળાઈ ધરાવતો પત્ર શ્રીસ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં સમર્પિત કરવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

કુમકુમ મંદિર ખાતે સ્વામિનારાયણ મહામંત્રની ર૧૭ મી જયંતી ઉજવાશે. સ્વામિનારાયણ મહામંત્ર લખેલો 25 ફૂટ લંબાઈ અને 3 ફૂટ પહોળાઈ ધરાવતો વિશાળ પત્ર શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં સમર્પિત કરવામાં આવશે.
– મંગળવારે સફલા એકાદશી કરવાથી રાજસૂય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે.
– શ્રી સ્વામિનારાયણ ભગવાને ફણેણી ગામમાં સ્વામિનારાયણ નામ પ્રકાશિત કર્યું.

તા. ૧-૧-૨૦૧૯ જાન્યુઆરી મંગળવાર – માગશર વદ એકાદશી ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર-કુમકુમ-મણિનગર ખાતે મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં સ્વામિનારાયણ મહામંત્રની ર૧૭ મી જયંતીની ઉજવણી કરવામાં આવશે.આ પ્રસંગે સવારે ૫ – ૩૦ થી ૮ – ૦૦ સુધી પ્રાર્થના, સ્વામિનારાયણ મહામંત્રની ધૂન, વચનામૃત અને જીવનપ્રાણ બાપાશ્રીની વાતોનું પઠન કરવામાં આવશે.

સવારે ૮ – ૦૦ વાગે સ્વામિનારાયણ મહામંત્ર લખેલો 25 ફૂટ લંબાઈ અને 3 ફૂટ પહોળાઈ ધરાવતો વિશાળ પત્ર શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં સમર્પિત કરવામાં આવશે.

પાલડી કુમકુમ મંદિર ખાતે સવારે 9 – ૩૦ થી સ્વામિનારાયણ મંત્રની ધૂન – સત્સંગ સભા યોજાશે. આજ રોજ શ્રી સ્વામિનારયણ ભગવાનને વિશિષ્ટ શણગાર સજવામાં આવશે.

સાંજે ૬ – ૦૦ થી ૭ – ૦૦ સમૂહ પ્રાર્થના – શ્લોકગાન – એકાદશી નિમિત્તે શ્રી મુકતજીવન ગુરુકુળના વિધાર્થીઓ ઓચ્છવ કરશે. આજ રોજ સ્વામિનારાયણ મહામંત્ર લેખન કરવા માટેની નોટબુકનું નિ : શુલ્ક વિતરણ કરવામાં આવશે.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી સ્વામિનારાયણ મહામંત્ર અંગે જણાવ્યું હતું કે, આજથી ર૧૭ વર્ષ પૂર્વે સહજાનંદ સ્વામીએ સંવત્ ૧૮૫૮ ના માગશર વદ – એકાદશીના રોજ ફણેણી ગામમાં પોતાના આશ્રિતોને મંત્ર જાપ માટે “ સ્વામિનારાયણ ” નામ આપ્યું. અને ત્યારથી આ સંપ્રદાય એ “સ્વામિનારાયણ સંપ્રદાય ”તરીકે પ્રસિધ્ધ થયો. અને ત્યારપછી સૌ કોઈ સહજાનંદસ્વામીને પણ શ્રી સ્વામિનારાયણ ભગવાન તરીકે જગમાં ઓળખતા થયા. તેથી આ માગશર વદ એકાદશી ની ઉજવણી પણ સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ મંદિરોમાં કરવામાં આવે છે.

આ સ્વામિનારાયણ મંત્રનો જાપ કરવાથી ભૂત-પ્રેત આદિ નાશી જાય છે, આધિ, વ્યાધિ, ઉપાધિ ટળી જાય છે. આલોક અને પરલોકમાં સ્વામિનારાયણ મંત્રનો જાપ કરનાર સુખ – શાંતિને પામે છે. આ મંત્રનો જાપ કરનારને શ્રી સ્વામિનારાયણ ભગવાન અંતકાળે દર્શન આપીને પોતાના અક્ષરધામમાં તેડી જાય છે.

સફલા એકાદશી અંગે સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું છે કે, આ એકાદશીનું મહાત્મયનું પઠન કરનારને રાજસૂય યજ્ઞનું ફળ મળે છે. જેમ નાગોમાં શેષનાગ, પક્ષીઓમાં ગરુડ, મનુષ્યોમાં બ્રાહ્મણને શ્રેષ્ઠ ગણાવામાં આવે છે તેમ બધા વ્રતોમાં આ સફલા એકાદશી વ્રત શ્રેષ્ઠ છે.

સાધુ પ્રેમવત્સલદાસજી – કુમકુમ.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *