કથાશ્રવણનું વિજ્ઞાન : શિલ્પા શાહ.

આંતરરાષ્ટ્રીય ધાર્મિક ભારત વિશેષ સમાચાર

દુનિયાના લગભગ દરેક ધર્મોમાં પોતાના ધર્મગ્રંથનું અધ્યયન કરવાને, તેમ જ પોતાના આરાધ્યદેવ (ભગવાન) ની કથા સાંભળવાને મહત્વ અપાયું છે. જે ખુબ વૈજ્ઞાનિક છે. ધર્મો કહે છે કે કથાશ્રવણથી પરમશક્તિ સુધી પહોંચવાનું અનુકુળ વાતાવરણ સર્જાય છે. વિજ્ઞાન કહે છે કે કાનને હળવો મસાજ આપી મગજની કાર્યક્ષમતા વધારી શકાય છે.

અમેરીકન ન્યુરોલોજી નિષ્ણાતોએ એક અહેવાલમાં કહ્યું છે કે કાન અને મગજની ક્ષમતાને સીધો સંબંધ છે. જો કાન નીચે જોશથી મારવામાં આવે તો મગજ હોશ ગુમાવી દે છે. શિક્ષણમાં ગુરુ દ્વારા વિદ્યાર્થીના કાન પકડવાની શિક્ષામાં પણ એ જ વિજ્ઞાન રહેલું છે. કાનની બૂટ પકડવાથી જ્ઞાનતંતુ સતર્ક થાય છે. વ્યક્તિની ગ્રહણશક્તિ, સ્મરણશક્તિ, અને સમજણશક્તિ વધે છે. વિજ્ઞાને સાબિત કર્યું છે કે પાંચેય ઇન્દ્રિયોમાં કાન એવી ઇન્દ્રિય છે જે ગર્ભકાળથી જ સક્રિય હોય છે જેથી ગર્ભકાળ દરમિયાન માતા દ્વારા બાળકમાં સંસ્કાર સિંચન કરવાની સલાહ અપાય. શિલ્પા શાહ – ડાયરેક્ટર, એચ. કે. બીબીએ કોલેજ, અમદાવાદ. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

TejGujarati
 • 1
 •  
 •  
 •  
 •  
 •  
  1
  Share
 • 1
  Share

Leave a Reply