જીવન-નાટકનો ત્રીજો અંક જામવો જોઈએ :   પ્રાધ્યાપક રામજી સાવલિયા.

હમણાં નાટક વિશે એક મિત્રે કહ્યું, “ખરેખરી જમાવટ તો યાર, ત્રીજા અંકમાં થાય છે.” ત્રિઅંકી, નાટકમાં, સામાન્ય રીતે પહેલાં અંકમાં નાટકનો પથારો થાય, બીજામાં એ આગળ ચાલે અને ત્રીજા અંકમાં જામે છે. આપણું જીવન પણ ત્રિઅંકી નાટક છે. પણ પ્રશ્ન એ છે કે, એને આપણે એ રીતે જીવીએ છીએ ખરા? આપણા જીવન-નાટકનો ત્રીજો અંક જામે […]

Continue Reading

ટીટેનીયમ ધાતુમાં કંડારાયેલો મહા ગ્રંથ શ્રી હરિચરિત્રામૃતસાગર વડતાલને અર્પણ થયો.

નંદ સંત સદગુરુ આધારાનંદ સ્વામી રચિત અને સંતવિભૂતિ પૂજ્ય જ્ઞાનજીવનદાસજી દ્વારા ટીટેનીયમ ધાતુમાં કંડારાયેલો મહા ગ્રંથ શ્રી હરિચરિત્રામૃતસાગર સોમવારે હજારો હરિભક્તો અને સંતવૃંદની ઉપસ્થિતિમાં વડતાલને અર્પણ થયો હતો. પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામીના અથાક પરિશ્રમ સાથે વડતાલની અમૂલ અમાનત વડતાલને જ પુનઃ અર્પણ કરવાનો સ્વામીનો સંકલ્પ અહીં સિધ્ધ થયો છેઃ અહીં સંતોની વિશાળ હાજરી પણ સૂચક હતી. […]

Continue Reading

  જ્યંતિ દલાલના ૧૧૦-મા જન્મદિનપ્રસંગે સાહિતિયક વ્યાખ્યાન’પાદરનાં તીરથ’નું આયોજન.

ઓમ કૉમ્યુનિકેશન અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે નાટ્યકાર,વાર્તાકાર,નવલકથાકાર, અનુવાદક જ્યંતિ ઘેલાભાઈ દલાલના ૧૧૦-મા જન્મદિનપ્રસંગે સાહિતિયક વ્યાખ્યાન’પાદરનાં તીરથ’નું આયોજન કરવામાં આવ્યું. સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાએ ભૂમિકા રજૂ કરી.જ્યંતિ દલાલના જીવન વિશે શ્રી દ્રષ્ટિ પટેલે,જ્યંતિ દલાલના નાટકો વિશે જાણીતા નાટ્યકારશ્રી કપિલદેવ શુક્લે અને જ્યંતિ દલાલની વાર્તાઓ તેમજ નવલકથાઓ વિશે સાહિત્યકારશ્રી મણિલાલ હ.પટેલે વક્તવ્ય આપ્યું. […]

Continue Reading