? *સારથિ પૂજન : વિરલ જન !* નિલેશ ધોળકિયા

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

નમસ્કાર ! દિવાળી પર્વની આગોતરી વધાઈઓ !!

સપરમાના દિવસોમાં સુખ, શાંતિ ને સમૃદ્ધિ કાજે સનાતન સમયથી લક્ષ્મી પૂજન, ધનપૂજન, શારદા પૂજન, દેવી / દેવતા પૂજન કરવાની શ્રદ્ધા પૂર્ણ ભાવના આપણે સૌ વર્ષોથી કરતા આવ્યા છીએ અને તેના કારણે અર્થોપાર્જનમાં પણ બરકત જળવાઈ રહે છે કે વૃદ્ધિ પામે છે તેવું માનીને સંતોષનો ઓડકાર પણ ખાતા રહીએ છીએ – સરસ !

ઘણાં ઓછા લોકોએ એવું ક્યારેક જ વિચાર્યું હશે કે, જેમના થકી વેપાર + વ્યવસાયમાં ઉત્તરોત્તર વિકાસ થયો છે તેવા ટ્રક, બસ, કાર, રિક્ષા, ટેમ્પો કે પછી ટ્રેન / પ્લેનના ચાલક “સારથિ”ને કારણે ય સફળતા પામ્યા. સહુ સલામતીપૂર્વક તથા આરામ લઇ ધંધાપાણીના આયોજન કે વિસ્તૃતિકરણ અર્થે શાંતિથી વિચારી શકાય, પરીજનોના યાત્રા તેમજ પ્રવાસ માટે સુચારુ સંચાલન થઈ શકતુ હોય છે. ડ્રાઈવરની સમયસૂચકતા ઉપરાંત સતર્કતા મહદ્ અંશે ધ્યેયલક્ષી હોવાથી આપણી કમાણી યોગ્ય રૂપે ખીલી શકતી હોય છે તેવું મારું અંગતપણે, દ્રઢતાથી માનવુ છે.

જો કે, તેમની સેવાના બદલામાં આપણે તે કર્મીઓને મહેનતાણું ચૂકવીએ જ છીએ તેવું કેટલાકનું માનવુ હોઈ શકે, જોકે એ વિચારધારા વિશે વિવાદ કરવો નથી. છતાં પ્રસ્તુત વીડિયોમાં જે ઢબથી ટ્રાન્સપોર્ટના કારોબાર સાથે સંકળાયેલા માલિક સપરિવાર પોતાના “સારથિ રાજાઓ”નું પગે લાગી ઋણ ઉતારતું, દિલથી પૂજન કરી રહ્યા છે તે ઘણું જ પ્રસંશનીય અને પ્રેરણાના ઝરણાઓ વહાવતા દૃષ્ટાંત રૂપી છે જ.

બુલંદ તથા ગગનચુંબી ઈમારત મજબૂત આધારશિલા વગર સંભવી ન શકે તે બાબત હું, તમે, સૈા સ્વીકારી લઈએ તો લાંબાગાળે કલ્યાણ ખુદનું જ થવાનું છે. છોટા મુંહ બડી વાત !

– નીલેશ ધોળકીયા ✅ ??

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •